અમદાવાદમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે, ત્યારે ત્રણેય રથ સાથે મહિલાઓ અને પુરુષોની ભજન મંડળીઓ જોડાય છે. આ ભજન મંડળી 19 કિમીના રૂટ પર ઢોલ-નગારા અને કરતાલ સહિત વાતવરણ ભક્તિમય બનાવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભજન મંડળીઓએ આકર્ષણ જગાવ્યું છે. ભગવાનના 3 રથની આગળ-પાછળ 12થી વધુ ભજન મંડળીઓ જોડાઈ છે. હાથમાં કરતાલ અને પખાલ લઇ આ ભજન મંડળીની મહિલાઓ વાતાવરણમાં ભક્તિનો રસ સીચે છે, જ્યારે ભગવાન જગન્નાથજી નગર યાત્રાએ નીકળે છે, ત્યારે આ મહિલાઓ ભક્તિ અને આસ્થામાં તરબોળ થઇ જાય છે. "જય રણછોડ, માખણ ચોર"ના નાદ સાથે ઝૂમી ઉઠે છે. એટલું જ નહીં, નાની બાળકીઓથી લઈને મોટેરા પણ ભગવાનની ભક્તિમાં ભીંજાઈ જાય છે.
અમદાવાદ : જગન્નાથજીની રથયાત્રામાં ભક્તિનો રસ સિંચતી વિવિધ ભજન મંડળીઓ...
અમદાવાદમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે
New Update