Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : યાત્રાધામ પીરાણા નજીક રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું…

રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા અમદાવાદના યાત્રાધામ પીરાણાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

X

રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા અમદાવાદના યાત્રાધામ પીરાણાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના પીરાણા મુકામે સૂફી સંત ઇમામશાહ બાવાની 600 વર્ષ જૂની સમાધિનું પવિત્ર યાત્રાધામ તથા ભગવાન નિષ્કલંકી નારાયણના સતપંથ ધર્મીઓનું પવિત્ર યાત્રાધામ આવેલ છે. ભગવાન નિષ્કલંકી નારાયણના દર્શનાર્થે દેશભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે. સદર યાત્રાધામ સ્થળ અમદાવાદ રીંગરોડથી 5 કિમીના અંતરે કમોડ-પીરાણા માર્ગ ઉપર આવેલ છે, ત્યારે આ માર્ગ પરથી દર્શનાર્થીઓ તેમજ ઔદ્યોગિક વાહનોની પુષ્કળ પ્રમાણમાં અવરજવર થતી હોય છે, ત્યારે લોકોને સુગમતા રહે તે માટે હયાત 19 મીટરના રોડનું ચાર માર્ગીય કરણ કરવાની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા 18 કરોડ રૂપિયા મંજુર કરાયા હતા. આ કામગીરી ખૂબ જ ટૂંકા સમયમાં પૂર્ણ થતાં રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપાસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. સાથોસાથ અમદાવાદ-ધોળકા હાઈવેથી પ્રેરણાપીઠને જોડતો માર્ગ, પાલડીના લોટથી પીરાણા માર્ગ, ગુરુકુળ વિદ્યાવિહાર ખાતે વિવિધ વિકાસના કામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Next Story