Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: વેપારીઓએ વેક્સિન ન લીધી હોય તો થશે કાર્યવાહી, તમારી દુકાન તંત્ર બંધ કરાવી શકશે

વેપારીઓ માટે મોટા સમાચાર, વેક્સિન ન લીધી હશે તો થશે કાર્યવાહી.

X

રાજ્યમાં વેપારીઓને વેક્સિન ફરજિયાત લેવા માટેની સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે. હવે જો કોઈ વેપારીએ વેક્સિન લીધી હશે નહીં તો તેનો વેપાર તંત્ર અથવા પોલીસ બંધ કરાવી શકશે.

ગુજરાતમાં વેપારીઓને ફરજિયાત વેક્સિન લેવાના નિયમો સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે. ગુજરાતમાં પહેલા 31 જુલાઇ સુધી વેપારીઓ દ્વારા વેક્સિન લઈ લેવી ફરજિયાત હતી. જે બાદ 15 ઓગસ્ટ સુધીનો સમય રાખ્યો હતો જે તારીખ પણ જતી રહી છે ત્યારે ફરી વેપારીઓ દ્વારા વેક્સિન આપવાની સમય મર્યાદા વધારવા માગણી કરી છે. કારણ કે ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે 30 ટકા વેપારીઓ દ્વારા વેક્સિન લેવાઈ નથી.

આટલી મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વેક્સીન ન લેવાઈ હોવાથી તેમની મુશ્કેલી વધશે કારણ કે વેક્સિન ન લેનાર વેપારીઓનો વેપાર તંત્ર કે પોલીસ બંધ કરાવી શકશે. રાજ્યમાં પ્રતિદિવસ 6 લાખ વ્યક્તિને વેક્સીન આપવામાં આવી રહી છે તો વસ્તીની દ્રષ્ટિએ દેશભરમાં ગુજરાતે અનેરી સિદ્ધિ હાસિલ કરી છે અને 4 કરોડ લોકોને વેક્સીન આપવામાં આવી છે.

ડે સીએમ નીતિન પટેલે રાજ્ય સરકાર વતી આરોગ્ય કર્મીઓ અને અધિકારીઓને આ મામલે અભિનંદન પણ આપ્યા હતા બીજી તરફ નીતિન પટેલે જણાવ્યું હતું કે અધિકારીઓ ચેકિંગમાં નીકળશે. અને જો વેપારીઓ પાસે વેક્સિનેશનનું સર્ટિફિકેટ હશે નહીં તો, તેમણે વેપાર-ધંધો કરવામાં અડચણ આવી શકે છે.

Next Story