અમદાવાદ: વાઇબ્રન્ટ સમિટ યોજી નમસ્તે ટ્રમ્પ જેવી ભૂલ ગુજરાત સરકાર ના કરે: અર્જુન મોઢવાડિયા

ગાંધીનગર ખાતે જાનુયારી 2022માં યોજાનારી ગુજરાત ગ્લોબલ સમિટને લઈને સરકારે તડામાર તૈયારીઑ શરૂ કરી દીધી છે

New Update
અમદાવાદ: વાઇબ્રન્ટ સમિટ યોજી નમસ્તે ટ્રમ્પ જેવી ભૂલ ગુજરાત સરકાર ના કરે: અર્જુન મોઢવાડિયા

ગાંધીનગર ખાતે જાનુયારી 2022માં યોજાનારી ગુજરાત ગ્લોબલ સમિટને લઈને સરકારે તડામાર તૈયારીઑ શરૂ કરી દીધી છે ત્યારે આ સમિટને લઈ વિરોધનાં સૂર ઉઠી રહ્યા છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આ સમિટ રદ્દ કરવા માંગણી કરી છે.

જાન્યુઆરીમાં ગાંધીનગર ખાતે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આ સમિટ રદ્દ કરવા માંગણી કરી છે. આ સમિટ દ્વારા રાજ્યમાં મૂડીરોકાણ દ્વારા રાજ્યમાં અંદાજે 36,925 જેટલી રોજગારની નવી તકો ઊભી થશે. ત્યારે વાયબ્રન્ટ સમિટ સ્થગિત કરવા અર્જુન મોઢવાડિયાએ માંગણી કરવામાં આવી છે. તેમણે સરકાર પર આરોપ લગાવત કહ્યું કે, નમસ્તે ટ્રમ્પ જેવી ભૂલ ગુજરાત સરકાર ના કરે અને આફ્રિકામાં મળી આવેલ કોરોનાના નવા વેરિયન્ટના ખતરાને ધ્યાનમાં રાખવું જોઈએ. એટલું જ નહિ વાયબ્રન્ટ સમિટ માટે દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકી દેશોના પ્રતિનિધીઓને રાજ્યની ભાજપ સરકારે આમંત્રણ આપ્યુ છે, જે રાજ્ય અને દેશ માટે ખતરારૂપ સાબિત થઇ શકે છે. આફ્રિકામાં મળેલ કોરોના વોરીયેન્ટ સૌથી વધારે ભયજનક છે. કોંગ્રેસની માંગ છે કે, આ સમિટ મુલતવી રાખે જેથી રાજ્ય અને દેશ કોરોના લહેરથી બચી શકે.

Latest Stories