અમદાવાદ: કોટ વિસ્તારમાં પાણીની સમસ્યા થશે દૂર.! મનપા 77 કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખશે

77 કરોડના ખર્ચે નવી પાઇપ લાઇનો નાખવામાં આવશે. અમદાવાદમાં જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ અનેક નવી જરૂરિયાત પણ ઉદ્ભવે છે.

New Update
અમદાવાદ: કોટ વિસ્તારમાં પાણીની સમસ્યા થશે દૂર.! મનપા 77 કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટ વિસ્તાર અને મોટેરા, ચાંદખેડા જેવા વિસ્તારમાં પાણી સમસ્યા ન ઉદભવે તે માટે77 કરોડના ખર્ચે નવી પાઇપ લાઇનો નાખવામાં આવશે. અમદાવાદમાં જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ અનેક નવી જરૂરિયાત પણ ઉદ્ભવે છે.

ત્યારે અમદાવાદના કોટ વિસ્તાર અને મોટેરા, ચાંદખેડામાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા 77.16 કરોડના ખર્ચે નવી પાઇપ લાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પાઇપ લાઇન પશ્ચિમ વિસ્તારમાં સાબરમતી નદી પરથી 9.15 કિમી લાંબી પાઇપ લાઇન નાખી પાણી ચાંદખેડા સુધી પહોચાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં કોતરપુર ખાતે 300 MLD પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. હાલના સમયમાં દરિયાપુર, વાડજ, સાબરમતી, શાહીબાગ, જમાલપુર, દુધેશ્વર જેવા વિસ્તારમાં 800MM પાઇપલાઇનથી પાણી પહોચડવામાં આવતું હોવાથી પાણીનું પ્રેશર ઓછું હોવાની ફરિયાદ સામે આવી હતી જે હવે 1600 MM પાઇપલાઇન નાખી ચાંદખેડા સુધી પાણી પહોંચાડવામાં આવશે.