Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: જાણીતી ગાયિકા રાજલ બારોટે બે બહેનોનું ક્ન્યાદાન કરી મોટી બહેન તરીકે ફરજ નિભાવી

ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે બહેન તરીકે ઉત્તમ ફરજ બજાવી છે. ગાંધીનગરમાં યોજાયેલ આ લગ્ન પ્રસંગમાં રાજલ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.

X

ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે બહેન તરીકે ઉત્તમ ફરજ બજાવી છે. ગાંધીનગરમાં યોજાયેલ આ લગ્ન પ્રસંગમાં રાજલ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. આ લગ્નમાં જીગ્નેશ કવિરાજ થી લઈને માયાભાઈ આહીર સહિતના કલાકારો હાજર રહ્યા હતા

જાણીતા લોક ગાયક મણિરાજ બારોટ અને તેની પત્નીના અવસાન બાદ તેમની ચાર દીકરી એકલી પડી ગઈ હતી. તેઓને કોઈ ભાઈ પણ ન હોવાથી તે સમયે રાજલ બારોટે પણ પિતાના પગલે લોકગાયક બની બહેનો ને મોટી કરી હતી ત્યાર બાદ બે વર્ષ પહેલાં રાજલની મોટી બહેન મેઘલના લગ્નમાં પણ રાજલે કન્યાદાન કરી એક અલગ ચીલો ચાતર્યો હતો. રાજલે ગઈકાલે તેની બે નાની બહેનો પણ ધામધૂમથી લગ્ન કરાવી બંને બહેનોનું કન્યાદાન કર્યું હતું.રક્ષાબંધનમાં બહેન ભાઈના ઘરે જઈને રાખડી બાંધે છે, જ્યારે રાજલ અને તેમની 3 બહેન પોતાના જ ઘરે એકબીજાને રાખડી બાંધે છે અને એકબીજા પાસેથી હંમેશા સાથે અને સંપીને રહેવાનું વચન માગે છે. જીવનમાં કેવી પણ પરિસ્થિતિ આવે, એકબીજાની પડખે ઊભા રહીને મદદ કરવાનું એકબીજાને વચન આપે છે.13 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કરનાર રાજલ અત્યાર સુધીમાં 70 કરતા પણ વધુ આલ્બમમાં પ્લેબેક સિંગિગ કરી ચૂકી છે.આ લગ્નમાં જાણીતા લોક સાહિત્યકારો અને રાજ્યના અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા

Next Story