અમદાવાદના રાણીપ અને ન્યુ રાણીપને જોડતાં અંડરપાસના લોકાર્પણમાં વિલંબ થઇ રહયો હોવાથી કંટાળેલા વાહનચાલકોએ આખરે જાતે જ અંડરપાસનું લોકાર્પણ કરી નાંખ્યું છે.....
અમદાવાદ શહેરમાં ક્યાંક ઓવરબ્રિજ તો ક્યાંક મેટ્રો ટ્રેનની કામગીરી ચાલી રહી છે. પરિણામે વાહનચાલકો સખત મુશ્કેલી અનુભવી રહ્યા છે. એક તો રસ્તા બંધ હોય એટલે ફરીને જવુ પડે અને ટ્રાફિકમાં સમય બગડે એ અલગ. રાણીપના સ્થાનિકોએ આ બધી મુશ્કેલીથી ત્રસ્ત થઇને જાતે જ અંડરપાસનું લોકાર્પણ કરી નાંખ્યું છે. ન્યુ રાણીપ અને રાણીપને જોડતા અંડરપાસની કામગીરી છેલ્લા 3 વર્ષ ઉપરાંતથી ચાલી રહી છે.
અત્યાર સુધીમાં માત્ર 30 ટકા જ કામગીરી પુર્ણ થઇ છે. અંડરપાસ ખુલ્લો નહિ મુકવામાં આવતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે. સ્થાનિકોનું કહેવું છે કે સ્થાનિક કોર્પોરેટરને અનેક વાર રજુઆત કરી છે પરંતુ કોર્પોરેટર હજી સુધી જોવા પણ આવ્યાં નથી.