અમદાવાદ : આધુનિકતા અને વારસાના અનોખા સંયોજન સાથે કાલુપુર રેલ્વે સ્ટેશનનું ભવ્ય નવનિર્માણ કરાશે..!

જૂના સમયમાં ભારતનું માનચેસ્ટર કહેવાતું હતું. જુલાઈ 2017માં, અમદાવાદના ઐતિહાસિક શહેર અથવા જૂના અમદાવાદને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત શહેર જાહેર કરવામાં આવ્યું હતું.

અમદાવાદ : આધુનિકતા અને વારસાના અનોખા સંયોજન સાથે કાલુપુર રેલ્વે સ્ટેશનનું ભવ્ય નવનિર્માણ કરાશે..!
New Update

ભારતમાં સૌથી મહત્વપૂર્ણ આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્રો પૈકીનું એક શહેર અમદાવાદ છે, ત્યારે જૂના સમયમાં ભારતનું માનચેસ્ટર રહેલા અમદાવાદ રેલ્વે સ્ટેશનનું આગામી 36 મહિનાના આધુનિકતા અને વારસાના સંયોજન સાથે ભવ્ય નવનિર્માણ કરવાનું આયોજન કરાયું છે.

અમદાવાદ શહેરને જૂના સમયમાં ભારતનું માનચેસ્ટર કહેવાતું હતું. જુલાઈ 2017માં, અમદાવાદના ઐતિહાસિક શહેર અથવા જૂના અમદાવાદને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત શહેર જાહેર કરવામાં આવ્યું હતું. આ શહેર બહોળા પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યું છે, અને તેથી વર્તમાન સમયની વાયબ્રંસીને પૂર્ણ કરવા માટે અમદાવાદ રેલ્વે સ્ટેશનની જૂની સંરચનાને ભવ્ય સ્વરૂપે પુન: નિર્માણ કરવાની આવશ્યકતા છે, ત્યારે ભારતીય રેલ્વે દેશભરના મુખ્ય સ્ટેશનોને આધુનિક અને વિશ્વ કક્ષાના સ્ટેશનોમાં રૂપાંતરિત કરવા માટે ઝડપથી કામ કરી રહી છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાંથી 87 સ્ટેશન ગુજરાતમાં છે. અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સવલતો સાથે અમદાવાદ રેલ્વે સ્ટેશનના પરિવર્તનના પરિણામે નવી નોકરીઓનું સર્જન થશે, તેમજ અર્થતંત્રમાં પણ વૃદ્ધિ થશે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી મુજબ, અમદાવાદ રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. રિડેવલપમેન્ટનું કામ 36 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ સ્ટેશન બિલ્ડીંગની વાસ્તુકલા મોઢેરા સૂર્ય મંદિરથી પ્રેરિત છે. કાલુપુર તરફ MMTH બિલ્ડિંગના પ્રતિષ્ઠિત ટાવર અમદાવાદ શહેર માટે એક નવું લેન્ડમાર્ક બનશે. આ ઉપરાંત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ઈંટ મિનારા અને ઝુલતા મિનારાના સંરક્ષિત સ્મારકોને સ્ટેશન પરિસરમાં સૌંદર્યલક્ષી રીતે સંકલિત કરાતા આ વારસાની મહત્વતા પણ વધશે. આ સ્ટેશનની ડિઝાઇનમાં આયોજિત એક નવો ખ્યાલ અડાલજ સ્ટેપવેલ દ્વારા પ્રેરિત એક ઓપન સ્પેસ એમ્ફીથિયેટર પણ છે. જેનાથી સ્ટેશનના સ્થાપત્ય મૂલ્યમાં વધારો તો થશે, આ સાથે જ સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે મનોરંજન સ્થળ પ્રદાન થવા જઈ રહ્યું છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #Heritage #renovated #unique combination #Kalupur railway station
Here are a few more articles:
Read the Next Article