Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પાટીદારો સામેના કેસ પાછા ખેંચો, હાર્દિકનું સરકારને અલ્ટીમેટમ

રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં એક પછી એક નેતાઓ કોંગ્રેસ છોડી જઇ રહયાં છે ત્યારે હવે હાર્દિક પટેલ ફરી સક્રિય થયો છે.

X

રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં એક પછી એક નેતાઓ કોંગ્રેસ છોડી જઇ રહયાં છે ત્યારે હવે હાર્દિક પટેલ ફરી સક્રિય થયો છે. તેણે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા સરકારને અલ્ટીમેટમ આપ્યું છે...

પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલ ચર્ચામાં આવ્યો હતો. હાર્દિક પટેલની ગણના હવે કોંગ્રેસના યુવા નેતાઓમાં થઇ રહી છે. રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલા હાર્દિકની સક્રિયતા વધી છે. હાર્દિક પટેલે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. પાટીદાર અનામત

આંદોલન સમયે જે યુવાનો સામે પોલીસ કેસ થયા છે તે પરત ખેંચી લેવા હાર્દિકે માંગણી કરી છે. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 6 માર્ચે શહીદ પરિવારોને સાથે રાખીને સંવાદ કરશે. સાથે જ તેઓ 10 માર્ચથી પાટીદાર ધારાસભ્ય અને સાંસદોને ગુલાબ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવશે.

હાર્દિક પટેલની ચેતવણી સામે ભાજપ વતી ઋત્વિજ પટેલ સામે આવ્યા છે ઋત્વિજ પટેલ આરોપ લગાવતા કહ્યું કે પાટીદાર યુવાનો સામેના 80 ટકા કેસ પાછા ખેંચી લેવાયાં છે. હાર્દિક પટેલ પાટીદાર સમાજ ને ગુમરાહ કરે છે પાટીદાર સમાજ હંમેશા ભાજપની સાથે હતો અને રહેશે.

Next Story