અમદાવાદ: બાળકોની તસ્કરીના કેસમાં મહિલા આરોપીની દશ મહિના પછી ધરપકડ

4 માસની બાળકીની માનવ તસ્કરી કરવાના ગુન્હામાં સંડોવાયેલ મહિલા જે દસ મહિનાથી નાસતી ફરતી હતી તે મહિલાને હૈદરાબાદ ખાતેથી ઝડપી પાડવામાં આવી

અમદાવાદ: બાળકોની તસ્કરીના કેસમાં મહિલા આરોપીની દશ મહિના પછી ધરપકડ
New Update

અમદાવાદમાં દસ મહિના પહેલા ગોમતીપુરમાં 4 માસની બાળકીની માનવ તસ્કરી કરવાના ગુન્હામાં સંડોવાયેલ મહિલા જે દસ મહિનાથી નાસતી ફરતી હતી તે મહિલાને હૈદરાબાદ ખાતેથી ઝડપી પાડવામાં આવી છે.ગોમતીપુર વિસ્તારમાં દસ મહિના પહેલા બાળકોની તસ્કરી નો બનાવ સામે આવ્યો હતો જેમાં એક મહિલા આરોપી ફરાર હતી. તેને હૈદરાબાદ થી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવી છે.

4 માસની દીકરીને ગોમતીપુર મ્યુનિસિપલ કોર્પોરેશન નો ઓફિસમાં ફૂટપાથ પર થી અપહરણ કરી કોઈ અજાણ્યો ઈસમ લઈ ગયો હતો. આ આરોપીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી લેવામાં આવ્યા છે. આ કેસમાં અગાઉ 11 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. આ બાળકને 2 લાખ રૂપિયામાં હૈદરાબાદ વહેંચવામાં આવી હતી. આરોપી આ બાળકોની તસ્કરી કરી બીજી જગ્યાએ વહેચી નાખતા  હજી આ કેસમાં એક મહિલા ને પકડવાની બાકી છે જે હજી પણ પોલીસ પકડથી દૂર છે..

#Connect Gujarat #Ahmedabad #Crime News Ahmedabad #AhmedabadCrimeBranch #Crime Branch Amdavad #બાળકોની તસ્કરી #તસ્કરી
Here are a few more articles:
Read the Next Article