Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રિવરફ્રન્ટ પર અટલ ફૂટ-વે બ્રિજની કામગીરી અંતિમ ચરણમાં, અધિકારીઓએ કર્યું નિરીક્ષણ...

અંદાજિત રૂપિયા 74 કરોડના ખર્ચે અટલ ફૂટ-વે બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ બ્રિજને પંતગ જેવો શેપ આપવામાં આવ્યો છે,

X

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર નિર્માણ પામી રહેલ અટલ ફૂટ-વે બ્રિજની કામગીરી અંતિમ ચરણમાં પહોચી છે, ત્યારે આ બ્રિજનું નિરીક્ષણ કરવા કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર પહોચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદના સાબરમતી રિવફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી પર એલીસબ્રીજ અને સરદાર બ્રીજની વચ્ચે અંદાજિત રૂપિયા 74 કરોડના ખર્ચે અટલ ફૂટ-વે બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ બ્રિજને પંતગ જેવો શેપ આપવામાં આવ્યો છે, જ્યારે આ બ્રિજ 4 પીલ્લરના સપોર્ટ પર 300 મીટરનો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.

સાથે સાથે આ બ્રિજ વચ્ચે કાચ લગાવવામાં આવ્યા છે, જે કાચ પરથી નદીનું પાણી જોઈ શકાશે. આ કાચ એટલા મજબૂત છે કે જે 1 હજાર કિલો જેટલું વજન પણ જીલી શકે છે. આ બ્રિજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ હોવાથી આ બ્રિજને અટલ ફૂટ-વે બ્રિજ નામ આપવામાં આવ્યું છે. જોકે, હવે આગામી દિવસોમાં અમદાવાદ શહેરને નવું નજરાણું મળવા જઈ રહ્યું છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ડે.મેયર ગીતા પટેલ, પક્ષ નેતા ભાસ્કર ભટ્ટ સહિત દંડક અરૂણસિંહ રાજપૂતે અટલ ફૂટ-વે બ્રિજની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર નિર્માણ પામી રહેલ અટલ ફૂટ-વે બ્રિજ બનવાનું સ્વપ્ન વડાપ્રધાનનું હતું, જેથી આ બ્રિજ લગભગ કામ પૂર્ણ થવાના આરે છે. જોકે, આ બ્રિજના લોકાર્પણ માટે વડાપ્રધાન પાસે સમય માગવામાં આવ્યો છે, જ્યારે જે તે સમયે પીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. સાથે સાથે આ બ્રિજ પર સમય અને ટિકિટ દર પણ બોર્ડની બેઠક મળશે ત્યારે નક્કી કરવામાં આવશે. આ બ્રીજમાં સ્ટીલનું વજન 2600 મેટ્રિક ટન અને લોખંડનું પાઇપનું સ્ટ્રકચર તથા રંગેબેરંગી ફેબ્રિકની ટેન્સાઇલ સ્ટ્રકચરની છત બનાવવામાં આવી છે. બ્રિજના વચ્ચેના ભાગે ફૂડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ડાયનેમિક કલર ચેઇન્જ થઈ શકે તેવી એલ.ઇ.ડી. લાઈટિંગ પણ ગોઠવવામાં આવી છે.

Next Story