/connect-gujarat/media/post_banners/95f1e433ac006e8965427c3fe45b159bceaa8031b455ebf82e18d21a56ae7b3b.webp)
કેનેડાના ઓન્ટારિયો પ્રોવિન્સના બેરી શહેર ખાતે એક એક્સિડન્ટમાં અમદાવાદના 19 વર્ષીય યુવાન વર્સિલ પટેલનું કાર એક્સિડન્ટમાં મોત નિપજ્યું છે. વર્સિલ કેનેડામાં હાયર એજ્યુકેશન માટે ગયો હતો જ્યાં તે એક રોડ એક્સિડન્ટનો ભોગ બન્યો છે.
વર્સિલનું બોડી ભારત લાવવા માટે 30 હજાર ડોલરનો જંગી ખર્ચ આવે તેમ હોવાથી મિત્રોએ ક્રાઉડ ફંડિગ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં લગભગ 21 હજાર ડોલર એકઠા થઈ ગયા છે અને હજુ 9000 ડોલરની જરૂર છે. વર્સિલના મિત્રોએ સોશિયલ મીડિયા પર આ આખો કેસ મુક્યો છે અને લોકોને ઉદાર હાથે દાન કરવા વિનંતી કરી છે જેથી વર્સિલના પરિવારજનો તેમના દીકરાનું મોઢું જોઈ શકે.
પોલીસે આ કેસમાં એક કાર ડ્રાઈવરની ધરપકડ કરી છે. રાજન પટેલ નામના મિત્રે gofundme નામની વેબસાઈટ પર લખ્યું છે કે વર્ષિલના પરિવારને થોડું દાન આપશો તો તેને ઘણો ટેકો મળશે. વર્સિલ બેરી ખાતે 21 જુલાઈ 2023ના રોજ રાતે 10.15 વાગ્યે એક રોડ એક્સિડન્ટનો ભોગ બન્યો હતો. તેના મૃતદેહને ભારત લઈ જવામાં 30,000 ડોલરનો ખર્ચ આવી શકે છે.
આ માટે ક્રાઉડ ફંડિંગ શરૂ કરવામાં આવ્યા પછી અત્યાર સુધીમાં 21,177 કેનેડિયન એકઠા થઈ ગયા છે અને આશરે 9000 ડોલરની હજુ જરૂર છે.