/connect-gujarat/media/post_banners/94e1fa42f5ee5d6fa14fc054b18d464d945bb533d378a4f543b272b3ddb7787c.jpg)
અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં મહિલાઓની ટોળકીએ ઘરમાં ઘુસી આધેડ મહિલાને બાનમાં લઇ સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી.જોકે લોકોએ તુરંત મહીલા ટોળકીને ઝડપી પાડી પોલીસને હવાલે કરી હતી
અંકલેશ્વરના રાજપીપલા રોડ સ્થિત મીરાનગર સોસાયટીમાં આજરોજ સવારે અગિયારેક વાગ્યાના અરસામાં એક મકાનમાં ભીખ માંગવાના બહાને મહિલાઓની ટોળકી ઘુસી ગઈ હતી અને બાદમાં આધેડ મહિલાને બાનમાં લઈ તિજોરી ખોલી તેમાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા ૨૦ હજારની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જોકે આધેડ મહિલાએ બુમરાણ મચાવતા સ્થાનિક લોકોએ ફરાર થઇ રહેલ મહિલાઓની ટોળકીની શોધખોળ આદરી ઝડપી પાડી તેઓને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને હવાલે કરી હતી.પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે