Connect Gujarat
અમદાવાદ 

અંકલેશ્વર: મકાન આપવાની લાલચે દંપત્તિ સાથે રૂ.29 લાખની ઠગાઇ કરનાર ઠગ સામે આખરે નોંધાઈ પોલીસ ફરિયાદ, વાંચો શું છે મામલો

અંકલેશ્વર: મકાન આપવાની લાલચે દંપત્તિ સાથે રૂ.29 લાખની ઠગાઇ કરનાર ઠગ સામે આખરે નોંધાઈ પોલીસ ફરિયાદ, વાંચો શું છે મામલો
X

અંકલેશ્વર શહેરની શ્રીધર કો-ઓપરેટીવ સોસાયટીમાં મકાન ઉપર મોર્ગેજ કરી લોન મેળવી મકાન માલિક નિવૃત શિક્ષક દંપતીને ૨૯ લાખમાં છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે

ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ કવિતાધામ રહેતા શિવાની દલપતસિંહ ચૌહાણના માતા-પિતા શિક્ષક તરીકે નિવૃત થયા છે જેઓ અંકલેશ્વરના રામ નગર પાસે પુનીત નગરમાં રહે છે જે નિવૃત્ત દંપતીએ પુત્રી માટે મકાન લેવાની ઈચ્છા હોવાથી છાપામાં જાહેરાત જોઈ હતી કે શ્રીધર કો-ઓપરેટીવ સોસાયટીમાં આવેલ મકાન નંબર-ડી.૭૭ મકાન વેચવાનું છે જેથી નિવૃત્ત દંપતી પુત્રી સાથે મકાન જોવા ગયા હતા અને મકાન તેઓને પસંદ આવતા તેઓએ મકાન માલિક અને જલારામ સોસાયટી મિલ કમ્પાઉન્ડમાં ચિત્રકૂટમાં રહેતા ચેતન રમેશ પટેલને મળ્યા હતા જેઓએ મકાન ૨૯ લાખમાં વેચાણ કરવાનું કહેતા શિક્ષક દંપતી ખરીદી કરવાની તૈયારી બતાવતા મકાન માલિકે એક મહિનામાં પુરેપુરી રકમ આપવા જણાવ્યું હતું અને જો મહિનામાં રૂપિયા નહી આપે તો ૫૦ હજાર વધારે લેવાનું કહેતા ગત તારીખ-૧૫-૫-૨૦૧૪માં દસ્તાવેજથી ખરીદી કરી હતી જેઓએ ૧૩ લાખ રોકડા અને ૧૬ લાખ ચાર ચેકથી આપ્યા હતા જે બાદ મકાનના દસ્તાવેજ માટે વૃદ્ધ દંપતી અવાર નવાર ચેતન પટેલને ત્યાં ધક્કો ખાતા તેઓએ બહાના બતાવી તાળી રહ્યો હતો અને તે દરમિયાન ગત તારીખ-૧૭-૧-૨૩માં બેંક ઓફ બરોડાની પઝેશન નોટીસ બેંકના અધિકારી લગાવી જતા મકાન ખરીદી કરનાર દંપતીના હોસ ઉડી ગયા હતા મૂળ મકાન માલિકે બેંક ઓફ બરોડામાંથી મોર્ગેજ હેઠળ ૧૫.૨૦ લાખની લોન લીધી હોવાનું બહાર આવ્યું હતું જેથી મકાન ખરીદી કરનાર પોતે છેતરાયા હોવાનું માલુમ પડતા તેઓએ અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે પોલીસે છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધી ઠગ ચેતન પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story