અમદાવાદની સિદ્ધિમાં વધુ એક ઉમેરો થયો છે. મહત્વનું છે કે, અમદાવાદ શહેર દિવસે ને દિવસે બદલાઈ રહ્યું છે. ત્યારે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા પ્રવાસન ક્ષેત્રે વધુમાં વધુ પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે નેશનલ ટુરિઝમ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદને નામ વધુ એક યશકલગી નોંધાઇ છેનેશનલ ટુરિઝમ એવોર્ડ 2022માં અમદાવાદને "બેસ્ટ હેરિટેજ એવોર્ડ" અને અમદાવાદ હેરિટેજ "બેસ્ટ હેરિટેજ વોક" એમ 2 એવોર્ડ પ્રાપ્ત થયા છે.વિશ્વ પર્યાવરણ દિવસના અવસર માં દિલ્હીમાં આવેલા વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્ર સરકાર દ્વારા યોજાયેલા એવોર્ડ માં સતત ત્રીજા વર્ષે અમદાવાદ નેશનલ એવોર્ડ મેળવીને એવોર્ડની હેટ્રિક નોંધાવી છે. આ એવોર્ડ ગ્રહણ કરવા ખુદ અમદાવાદના મેયર કિરીટ પરમાર અને ફરજ પરના ખાસ અધિકારી સી. આર. ખરસાણી પહોંચ્યા હતા AMCએ ટ્વિટ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, 'આપણા અમદાવાદને નામ વધુ એક સિદ્ધિ યશકલગી. આપણા અમદાવાદે સતત ત્રીજા વર્ષે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય નેશનલ ટુરિઝમ એવોર્ડ માં બેસ્ટ હેરિટેજ સિટી અને બેસ્ટ હેરિટેજ વોક એવોર્ડ મેળવીને અનોખી હેટ્રીક નોંધાવી છે
સિદ્ધિમાં વધુ એક ઉમેરો: સતત ત્રીજા વર્ષે અમદાવાદને બેસ્ટ હેરિટેજ સિટી અને બેસ્ટ હેરિટેજ વોકનો એવોર્ડ એનાયત
અમદાવાદની સિદ્ધિમાં વધુ એક ઉમેરો થયો છે. મહત્વનું છે કે, અમદાવાદ શહેર દિવસે ને દિવસે બદલાઈ રહ્યું છે.
New Update