ભરૂચ અંકલેશ્વર રોડ પર આંગડિયા પેઢીના કર્મચારીને આંતરીને રૂ. 45 લાખની લૂંટ,પોલીસે તપાસ શરૂ કરી

આંગડિયા પેઢીનો કર્મચારી ભરૂચ બ્રાન્ચ પરથી ₹ 45 લાખ રોકડા લઇ એક્ટીવા પર અંક્લેશ્વર જઇ રહ્યો હતો

New Update
ભરૂચ અંકલેશ્વર રોડ પર આંગડિયા પેઢીના કર્મચારીને આંતરીને રૂ. 45 લાખની લૂંટ,પોલીસે તપાસ શરૂ કરી

આંગડિયા પેઢીનો કર્મચારી ભરૂચ બ્રાન્ચ પરથી ₹ 45 લાખ રોકડા લઇ એક્ટીવા પર અંક્લેશ્વર જઇ રહ્યો હતો દરમિયાન એક બાઇક પર આવેલાં 2 જણા ચપ્પુની અણીએ રોકી તેની આંખમાં મરચાની ભુકી નાંખી 45 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયાં હતા

ભરૂચ અંક્લેશ્વરમાં આવેલી આંગડિયા પેઢીઓમાં લૂંટ કરતી ટોળકી પુન: સક્રિય થઇ હોય તેમ લાગી રહ્યું છે. અંક્લેશ્વરની મહેન્દ્ર સોમા આંગડિયા પેઢીમાં ફરજ બજાવતાં ભરત પટેલ તેમની એક્ટિવા પર ભરૂચ ખાતે આવેલી તેમની બ્રાન્ચ પર આવ્યાં હતાં. જ્યાંથી તેમણે રોકડા 45 લાખ લઇને તે રૂપિયા એક્ટિવાની ડેકીમાં મુકી અંક્લેશ્વર તરફ જવા રવાના થયાં હતાં.કર્મચારી નર્મદા મૈયા બ્રીજ પસાર કરી ભુતમામાની ડેરી પાસે પોહચ્યો હતો. ત્યાં જ એક બાઇક પર આવેલાં બે શખ્સોએ તેને ચપ્પુની અણીએ રોક્યો હતો. તે કાંઇ સમજે તે પહેલાં જ તેની આંખોમાં મરચાની ભુકી નાંખી દઇ તેની એક્ટિવાની ડેકીમાંથી ₹45 લાખ રૂપિયા લઇ ત્યાંથી ફરાર થઇ ગયાં હતાં.ઘટનાની જાણ થતાં અંક્લેશ્વર પોલીસ તુરંત એક્શનમાં આવી ગઇ હતી.બીજી તરફ એલસીબી-એસઓજીની ટીમોને પણ સતર્ક કરવા સાથે આસપાસના અન્ય પોલીસને જાણ કરી અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી ચેકિંગ શરૂ કર્યું હતું. લૂંટારુંઓની ભાળ મેળવવા CCTV પણ તપાસાઈ રહ્યાં છે આ ઉપરાંત પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવી લૂંટારુઓનું પગેરુ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે

Latest Stories