બનાસકાંઠા : ખારીયા નજીક એસ.ટી. બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, ટ્રેક્ટર ચાલકનું ઘટના સ્થળે મોત...

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા-હારીજ રોડ ઉપર ખારીયા નજીક એસ.ટી. બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

New Update

મળતી માહિતી અનુસાર, કાંકરેજ તાલુકાના થરા-હારીજ રોડ ઉપર ખારીયા નજીક એસ.ટી. બસ અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે મોટા જામપુર ગામે રહેતા ટ્રેક્ટર ચાલક હરેશ ઠાકોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા, ત્યારે પોલીસે સ્થળ પર આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, થરા-હારીજ રોડ અતિ બિસ્માર હોવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, ત્યારે હવે તંત્ર દ્વારા વહેલી તકે અહીના માર્ગનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.