Connect Gujarat
અમદાવાદ 

ભરૂચ: વોર્ડ નંબર 1માં લોકભાગીદારીથી માર્ગોનું નિર્માણ, સ્થાનિક નગરસેવકોના હસ્તે લોકાર્પણ

ભરૂચ શહેરના વોર્ડ નંબર એકમાં આવેલી આઈમન પાર્ક સોસાયટીમાં લોક ભાગીદારીથી પાંચ રોડ અને મુખ્ય રસ્તાનું નિર્માણ કરાયુ હતું.

ભરૂચ: વોર્ડ નંબર 1માં લોકભાગીદારીથી માર્ગોનું નિર્માણ, સ્થાનિક નગરસેવકોના હસ્તે લોકાર્પણ
X

ભરૂચ શહેરના વોર્ડ નંબર એકમાં આવેલી આઈમન પાર્ક સોસાયટીમાં લોક ભાગીદારીથી પાંચ રોડ અને મુખ્ય રસ્તાનું નિર્માણ કરાયુ હતું. જેની કામગીરી પૂર્ણ થતાં તેનું લોકાર્પણ સ્થાનિક નગરસેવકો અને આગેવાનોના હસ્તે કરાયુ હતું.જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

ભરૂચના વોર્ડ નંબર એકમાં આવેલી આઈમન સોસાયટીમાં રોડ,રસ્તાઓની,જરૂરિયાત હોય પાલિકા અને સ્થાનિક નગરસેવકોને રજુઆત કરાઈ હતી.જેમાં 70ટકા નગરપાલિકાએ અને સોસાયટીએ 30 ટકા કાઢીને આ રસ્તાની કામગીરી શરૂ કરાઇ હતી.આ સોસાયટીમાં પાંચ રોડ અને મુખ્ય રસ્તા અંદાજિત 30 લાખ જેવી માતબર રકમ દ્વારા બનાવવામાં આવ્યા છે.આ સિવાય વોર્ડ નંબર 1 માં અન્ય 33 કામો અંદાજિત 85 લાખના પૂર્ણ થયા છે.જ્યારે બીજી ગ્રાન્ટના 50 લાખના કામો પણ પૂર્ણ થવાના હોવાનું સ્થાનિક નગરસેવક સલીમ અમદાવાદીએ જણાવ્યું હતું.આઈમન સોસાયટીમાં લોક ભાગીદારીથી પાંચ રોડ અને મુખ્ય રસ્તાનું નિર્માણ કરાયુ હતું.જેની કામગીરી પૂર્ણ થતા તેની લોકાર્પણ વિધિ સ્થાનિક નગરસેવક સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાલા અને ઈબ્રાહીમ કલકલ,સામજિક કાર્યકર્તા અબ્દુલ કામઠી સહિતના

આગેવાનોના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સોસાયટીના સ્થાનિક રહીશોએ કામગીરી પૂર્ણ થતાં તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story