ભરૂચની ઝાડેશ્વર ચોકડી થી તવરા સુધીના ફોર લેન રોડની કામગીરીના પગલે રોડ સાઈડના ઘટાદાર વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. વાહન વ્યવહાર થી સતત ધમધમતા અને નવી નવી નિર્માણધીન સોસાયટીઓના રહીશોની અવરજવર થતી રહે છે તેવા ઝાડેશ્વર ચોકડી થી તવરા સુધીના રોડને આગામી દિવસોમાં ફોર લેન બનાવવામાં આવનાર છે . જેથી રોડની બન્ને સાઈડ પર આવેલા 250 થી વધુ વૃક્ષો કાપવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી છેલ્લા એકાદ માસથી ચાલી રહી છે. આડેધડ ચાલતી આ કામગીરીના કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ રહી છે. જેને નિયંત્રિત કરવા ટ્રાફિક બ્રિગેડ પણ ભારે જહેમત ઉઠાવી રહી છે. તો બીજી બાજુ વાહન ચાલકો એ પણ અહીથી પસાર થતાં વધુ સતર્ક રહી ડ્રાઈવિંગ કરવું પડશે, નહી તો અકસ્માત સર્જાતા વાર નથી લાગે....
ભરુચ : ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના ફોર લેન રોડની કામગીરીના પગલે વૃક્ષો કપાતા સર્જાયો ટ્રાફિક જામ
ભરૂચની ઝાડેશ્વર ચોકડી થી તવરા સુધીના ફોર લેન રોડની કામગીરીના પગલે રોડ સાઈડના ઘટાદાર વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે.
New Update