બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને આપની સંસ્કૃતિથી પરિચિત થાય તે હેતુસર “બાર જ્યોતિલિંગ”ના આયોજન સાથે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ સાંદિપની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળા ખાતે કુતૂહલમ્ તથા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દર 2 વર્ષે આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓ અને મીઠાઈઓનું વેચાણ કરવામાં આવે છે. સાથોસાથ બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને આપની સંસ્કૃતિથી પરિચિત થાય તે હેતુસર “બાર જ્યોતિલિંગનું” આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને પ્રિય એવી વિવિધ રમત-ગમત પણ યોજાય હતી. આનંદ મેળામાં ગામના તમામ ગ્રામજનો તથા આજુબાજુની શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
ભરૂચ : બાળકોના સર્વાંગી વિકાસ માટે નેત્રંગની સાંદિપની શાળા ખાતે કુતૂહલમ્-આનંદ મેળો યોજાયો...
New Update
Latest Stories