ભરૂચમાં કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વન વિભાગ અને વિવિધ સંસ્થાઓનો સહયોગ સાપડ્યો હતો
ભારત દેશની સંસ્કૃતિમાં અનેક તહેવારો આવતા હોય છે. લોકો ધામધૂમથી તહેવારોની ઉજવણી પણ કરતા હોય છે. તહેવારોની ઉજવણીની સાથે આપણે બીજી બાબતોનો પણ ખ્યાલ રાખવાનો હોય છે.ઉતરાયણ એક એવો તહેવાર છે જેમાં બાળકો, સહિતના લોકો મજા લે છે તો પક્ષીઓને સજા પણ મળે છે.સવાર સાંજ પક્ષીઓ પોતાના બાળકોને માટે દાણાની શોધ માં નીકળે છે અને શિકાર બની જાય છે. તો ઉતરાણ પર્વ નિમિત્તે પક્ષીઓને હાની ન પહોંચે અને લોકોને જાગૃત કરવા માટે ભરૂચ વનીકરણ વિભાગ દ્વારા આજરોજ ભરૂચની શ્રવણ ચોકડીથી કરુણા અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી શ્રવણ ચોકડીથી નીકળી શક્તિનાથ થઈ વનીકરણ વિભાગની ઓફિસે પહોંચી હતી જેમાં સ્કૂલના નાના ભૂલકાઓ દ્વારા પક્ષી બચાવો,ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો સહિતના સૂત્રો સાથેના બેનર સાથે જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.આ પ્રસંગે ભરૂચના વન સંરક્ષણ અધિકારી ઉર્વશી પ્રજાપતિ સહિત વન વિભાગના અધિકારીઓ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા