Connect Gujarat
અમદાવાદ 

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, અમદાવાદમાં 32 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ કામે લાગ્યું...

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો થતો જોઈ આરોગ્ય વિભાગ સાબદું થઈ ગયું છે,

X

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો થતો જોઈ આરોગ્ય વિભાગ સાબદું થઈ ગયું છે, ત્યારે અમદાવાદમાં સૌથી વધુ 32 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સહિત સિવિલ હોસ્પિટલનું તંત્ર કામે લાગી ગયું છે.

હોળી-ધૂળેટીના તહેવાર બાદ એકાએક કોરોનાના કેસોમાં વધારો જોવા મળતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જેમાં આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ, શનિવારે સાંજ સુધીમાં 24 કલાકમાં કોરોનાના 51 પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે, કોરોનાથી કોઈ મોત થવા પામ્યું નથી. રાજ્યમાં જ્યાં પહેલા બે-પાંચ કેસો આવતા હતા. જેની જગ્યાએ હવે 51થી વધુ કેસો સામે આવવા લાગ્યા છે, ત્યારે મહાનગર સહિત અનેક જિલ્લાઓમાં કેસમાં વધારો થવા પામ્યો છે. દેશમાં વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે ફરી એકવાર ગુજરાતમાં ડબલ ડિઝીટમાં કોરોનાના પોઝીટીવ કેસ નોંધાવા લાગ્યા છે. પરંતુ હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે. જેને લઈને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઑક્સીજન પ્લાન્ટથી લઈને મેડિસિન સુધીની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

Next Story