Covid-19: રાજ્યમાં આજે 56 નવા પોઝિટિવ કેસ નોધાયા, એક દર્દીનું મોત

ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 56 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

New Update

ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 56 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજે 196 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1356 છે. જે પૈકી 8 દર્દી વેન્ટીલેટર પર છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 12, અમરેલી 3, આણંદ 1, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 2,ગીર સોમનાથ 1, જામનગર 2, જામનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, કચ્છ 1, નવસારી 1, પોરબંદર 1, રાજકોટ કોર્પોરેશન 4, , સાબરકાંઠા 1, સુરત 2, સુરત કોર્પોરેશનમાં 10, સુરેન્દ્રનગર 1, વડોદરા 2, વડોદરા કોર્પોરેશન 5, વલસાડ 1 સહિત કુલ 56 કેસ નોંધાયા છે.

એક્ટિવ કેસની વાત કરીએ તો 1356 કુલ કેસ છે. જે પૈકી 8 લોકો વેન્ટીલેટર પર છે. 1348 લોકો સ્ટેબલ છે. 8,12,718 લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10073 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે.

#Covid 19 #gujaratcoronacase #CMO Gujarat ##GujaratFightCorona #coronaupdate
Here are a few more articles:
Read the Next Article