અમદાવાદમાં દિલ્હી CBIની ટીમના ગેરકાયદે ધમધમતા કોલસેન્ટરો પર દરોડાથી ફફડાટ

અમદાવાદમાં દિલ્હી CBIએ દરોડા પાડીને ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર સામે કાર્યવાહી કરી છે. દિલ્હી CBIની 300 લોકોની ટીમે ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડ્યા છે. 

New Update
a

અમદાવાદમાં દિલ્હી CBIએ દરોડા પાડીને ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર સામે કાર્યવાહી કરી છે. દિલ્હી CBIની 300 લોકોની ટીમે ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડ્યા છે. 

CBIને કોલ સેન્ટર દ્વારા લોકોને ફસાવીને તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હોવાની ફરિયાદ મળી હતી.જેમાં કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને ફસાવવામાં આવે છે અને પછી તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે. 

જાણવા મળતી માહિતી અનુસાર, CBIના દરોડા મોડી રાતથી ચાલી રહ્યા હતા.અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં લગભગ 35 જેટલા કોલ સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા છેજેમાં પૂર્વ અમદાવાદના વિસ્તારો માં આવેલા કેટલાક કોલ સેન્ટર પણ સામેલ છે.CBIની 300થી વધુ લોકોની ટીમે સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના અમદાવાદ પહોંચીને આ કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા અને આખી રાત આ દરોડા ચાલુ રહ્યા હતા.જો કે હજુ સુધી દરોડામાં કોલ સેન્ટર માંથી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગેની માહિતી સામે આવી નથી.

Latest Stories