Connect Gujarat
અમદાવાદ 

ગુજરાત કોંગ્રેસની માંગ : સરકારે વીજ ઉત્પાદન બાબતે શ્વેતપત્ર જાહેર કરવું જોઈએ..!

ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકાર અને સરકારી વીજ ઉત્પાદન કરતી ખાનગી કંપનીઓ સાથે મળી જનતાને છેતરવાનું કામ કરતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

X

ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકાર અને સરકારી વીજ ઉત્પાદન કરતી ખાનગી કંપનીઓ સાથે મળી જનતાને છેતરવાનું કામ કરતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, વીજ ઉત્પાદન સામે ખાનગી કંપનીઓને સરકાર દ્વારા ફાયદો કરાવવાનો ખેલ રમાતો હોવાનો પણ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવ્યો હતો.

કોંગ્રેસ દ્વારા સરકાર પર વીજ ઉત્પાદન કરતી ખાનગી કંપનીઓ સાથે મળી જનતાને છેતરવાનું કામ કરે છે તેવા ગભીર આરોપો લગવામાં આવ્યા છે. આ કંપનીઓ હજારો કરોડો રૂપિયાના ભાવે વીજળી ખરીદીને વીજ ગ્રાહકો પાસેથી અબજો વસુલે છે. વીજળી ઉત્પાદનની દ્રષ્ટિએ થઈ રહેલા દાવાઓ 65% ટકા સુધી કોંગ્રેસના સમયમાં કાર્યરત હતા. હાલની સ્થિતિએ સરકારી વીજ મથકો 25થી 35% સુધી જ ચાલી રહ્યા છે. કરોડો રૂપિયાનો ભાજપ સરકાર ભ્રષ્ટાચાર કરીને ભાજપ જનતા સાથે અન્યાય કરે છે. વીજળીની ખરીદીમાં ખાનગી કંપનીઓને છૂટછાટ અને ફાયદો વધારવામાં આવે છે. રાજ્ય સરકારે ખાનગી વીજ મથકોને વીજ ખરીદી માટે રૂ. 80728 કરોડ ચૂકવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021 રૂ. 10456 કરોડ, 2022માં રૂ. 14058 ફિક્સ કોસ્ટ પેટે ચૂકવવામાં આવ્યા છે, ત્યારે ચૂકવણાના 15 વર્ષના આંકડાઓ જાહેર કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે. ભ્રષ્ટાચાર ન કર્યો હોય તો રાજ્ય સરકાર ખાનગી વીજ મથકોમાંથી કરાયેલી ખરીદી અને સરકારી વીજ કંપનીઓમાં થયેલા વીજ ઉત્પાદન બાબતે શ્વેતપત્ર જાહેર કરવુ જોઈએ. આ ખેલમાં ભાજપ સરકાર ઇલેક્શન ફંડ મેળવે છે. પાવર પરચેઝ કંપનીની શરતો બદલીને સુનિયોજિત કૌભાંડ ચાલતું હોવાનું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યુ હતું.

Next Story