ગુજરાત સામેની મેચ પહેલા જ ધોનીને ઘૂંટણમાં વાગ્યું: આજે IPLની પહેલી મેચ રમશે કે નહીં એના પર સસ્પેન્સ

31 માર્ચના રોજથી ઇન્ડિયન પ્રીમિયર લીગના 16માં સિઝનની શરુઆત થવા જઇ રહી છે.

New Update
ગુજરાત સામેની મેચ પહેલા જ ધોનીને ઘૂંટણમાં વાગ્યું: આજે IPLની પહેલી મેચ રમશે કે નહીં એના પર સસ્પેન્સ

31 માર્ચના રોજથી ઇન્ડિયન પ્રીમિયર લીગના 16માં સિઝનની શરુઆત થવા જઇ રહી છે. આ લીગનો ક્રિકેટના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. પહેલી મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટંસની વચ્ચે રમાવાની છે. છેલ્લા સિઝનની વિજેતા ટીમ ગુજરાત ટાઇટંસ અને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનવાળી ચેન્નઇ સુપર કિંગ્સની વચ્ચે ઓપનિંગ જબરદસ્ત ટક્કર જોવા મળશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો કે આ બધા વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે કે મેચ પહેલા એમએસ ધોનીને ડાબા ઘૂંટણમાં ઈજા થઈ છે. મહેન્દ્ર સિંહ ધોનીની ઈજાએ આજે ગુજરાત ટાઇટન્સ સામે પહેલી મેચ રમશે કે નહીં એ માટે મુંજવણ ઊભી કરી હતી પણ ટીમના સીઈઓ (CEO) એ આવી કોઈ શક્યતાને નકારી કાઢી છે. 

Latest Stories