Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ શહેરમાં 5 પોલીસ ઈન્સ્પેક્ટરની આતરીક બદલી, પોલીસ બેડામાં ખળભળાટ…

પોલીસ બેડામાં ખળભળાટ મચાવે તેવી ઘટના સામે આવી છે. એક જ દિવસમાં શહેરના 5 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં 5 પોલીસ ઈન્સ્પેક્ટરની આતરીક બદલી, પોલીસ બેડામાં ખળભળાટ…
X

અમદાવાદમાં પોલીસ બેડામાં ખળભળાટ મચાવે તેવી ઘટના સામે આવી છે. એક જ દિવસમાં શહેરના 5 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે.

અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન, ખાડિયા પોલીસ સ્ટેશન, SOG, મહિલા અને કંટ્રોલ રૂમના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. નવું નાણાકીય વર્ષ શરૂ થાય એ પહેલા અમદાવાદ પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આજે અચાનક 5 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલીઓ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરના નિર્ણયે અનેકને વિચારતા કરી દીધા છે. વહીવટી કારણોસર 5 પોલીસકર્મીની આંતરિક બદલી કરાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Next Story