વર્ષ 2008 માં સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આખું અમદાવાદ હચમચી ઉઠ્યું હતું. સીરીયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો પણ આવી ગયો છે. ત્યારે ફરાર આરોપીની બાતમી આપનારને ઈનામની જાહેરાત કરવામાં આવી છે. બાતમીદારને રૂપિયા બે લાખ રોકડ ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હજુ આ કેસમાં ચાર આરોપીઓ વોન્ટેડ છે. જે ફરાર છે.
રાજ્યના ડીજીપી આશિષ ભાટીયા દ્વારા આરોપીને પકડવા ની જાહેરાત કરી છે.અમદાવાદમાં 2008ના એ બોમ્બ બ્લાસ્ટ જ્યારે અમદાવાદ આખું ધ્રુજી ઉઠ્યું હતું. તે દરેક અમદાવાદી ક્યારેય ભૂલી નહીં શકે. જોકે આ કેસમાં હવે 14 વર્ષની લાંબી લડત બાદ આરોપીઓને કોર્ટ દ્વારા 38 આરોપીઓને સજા આપવામાં આવી છે જ્યારે 11 આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી છે. મહત્વનું છે કે 14 વર્ષ બાદ બોમ્બ બ્લાસ્ટનો ભોગ બનનાર પીડિતાના પરિવારને ન્યાય મળ્યો છે આ સિવાય 11 દોષીતો એવા છે કે જેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેઓ જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેમને કેદની સજા આપવામાં આવી છે. મૃતકના પરિવારજનોને વળતર ચૂકવવા નો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ જે લોકોને બ્લાસ્ટમાં ઈજા પહોંચી હતી તેમને 50 હજારનું વળતર આપવું. તેમજ સામાન્ય ઈજા પહોંચી હશે તેમને 25 હજારનું વળતર પણ ચૂકવવાનો આદેશ કર્યો હતો.49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 28 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા છે. જોકે રાજ્ય સરકારે દોષિતોને કડક સજા થાય તેવી માંગ કરી હતી. આ 49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા, . ત્યારે વર્ષોથી ફરાર આરોપીને પકડી પાડવા રોકડ ઈનામ ની જાહેરાત કરવામાં આવી છે