ગાંધીનગર : CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળી, સરકારી વિભાગોમાં વહેલી ભરતી કરવા નિર્ણય લેવાયો
BY Connect Gujarat28 Dec 2022 2:23 PM GMT

X
Connect Gujarat28 Dec 2022 2:23 PM GMT
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આઆવ્યું હતું, ત્યારે આ બેઠકમાં વિવિધ ભરતી બોર્ડ સાથે પરામર્શ કરીને વહેલી તકે સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓમાં ભરતી કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી કૅબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ અને મંજૂર મહેકમને વહેલી તકે ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે રાજ્યના યુવાનોને રોજગારની વધુ તકો મળશે. સાથે જ રાજ્ય સરકારે આ અંગે વિવિધ ભરતી બોર્ડ સાથે પરામર્શ માટેનું આયોજન પણ હાથ ધર્યું છે. જોકે, નિર્ણયથી રાજ્યના યુવાનો માટે રોજગારની તકો ઉભી થશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
Next Story