Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : દિલ્હીથી અફઘાની યુવકની ડ્રગ્સના જથ્થા સાથે ગુજરાત ATSએ કરી ધરપકડ...

ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSએ દિલ્હીના લાજપત નગર વિસ્તારમાંથી હકમતુલ્લાહ નામના શખ્સની ધરપકડ કરી છે.

X

ગુજરાત ATSએ દિલ્હીના લાજપત નગર વિસ્તારમાંથી મૂળ અફઘાનિસ્તાનના શખ્સને 8 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. આ શખ્સ છેલ્લા 4 વર્ષથી દિલ્હીમાં ટુરિસ્ટ વિઝા પર આવ્યો હોવાનું બહાર આવ્યું છે. થોડા સમય પહેલા ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં 6 પાકિસ્તાનીઓને 50 કિલો હેરોઇનના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSએ દિલ્હીના લાજપત નગર વિસ્તારમાંથી હકમતુલ્લાહ નામના શખ્સની ધરપકડ કરી છે.

આ શખ્સ પાસેથી વધુ 8 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં ગુજરાત ATSને સફળતા મળી છે. જોકે, ઝડપાયેલ આરોપી મૂળ અફઘાનિસ્તાનનો રહેવાસી છે, અને છેલ્લા 4 વર્ષથી ટુરિસ્ટ વિઝા પર દિલ્હીમાં વસવાટ કરતો હોવાની માહિતી સામે આવી છે. હકમતુલ્લાહ ઉર્ફે અમન પાસેથી જે હિરોઇનનો જથ્થો મળી આવ્યો છે, તેની અંદાજિત કિંમત રૂપિયા 56 કરોડ સુધી માનવામાં આવી રહી છે. ગુજરાત ATSએ અત્યાર સુધીમાં 406 કરોડ રૂપિયાનું હેરોઈન આ કેસમાં જપ્ત કર્યું છે, ત્યારે ઝડપાયેલ આરોપી આ ડ્રગ ક્યાંથી અને કેવી રીતે લાવ્યો હતો, તે દિશામાં હાલ ગુજરાત ATS તપાસ કરી રહી છે.

Next Story