અમદાવાદ: સમગ્ર રાજ્યમાં મેઘમહેર, આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર.

અમદાવાદ: સમગ્ર રાજ્યમાં મેઘમહેર, આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી
New Update

નહિવત વરસાદ બાદ હવે રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી મેઘરાજા બેટિંગ ફરી શરૂ થઈ છે. હાલમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં મેઘમહેર યથાવત રહેશે, એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં મેઘમહેર થઈ હતી. એમાં સૌથી વધુ ગીર-સોમનાથના સુત્રાપાડા માં 9.7 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, મહીસાગર, અરવલ્લી, ભાવનગરમાં 3 થી 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.બે દિવસ ભારે વરસાદની સંભાવના ને પગલે NDRF અને SDRFની ટીમ ને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

ત્રણ દિવસની હવામાનની આગાહી જોતા સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લામાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે, જેથી અગમચેતીનાં પગલાંરૂપે રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે.તો સ્થાનીય તંત્રને પણ એલર્ટ રહેવા જણાવાયું છે.

#Ahmedabad #weather update #Connect Gujarat News #Gujarat Heavy RainFall #Monsoon 2021
Here are a few more articles:
Read the Next Article