ગુજરાતનાં ઋતુચક્રમાં આવ્યો બદલાવ,અમદાવાદમાં આંધી, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કરા સાથે વરસાદ

ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો છે.  ઉનાળાની ઋતુમાં માવઠું થતાં જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકસાન થવાની શક્યતા

author-image
By Connect Gujarat Desk
New Update
andhi

રાજકોટ, ભાવનગર અને બોટાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારથી વાતાવરણમાં પલટા બાદ અલગ અલગ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. આજે સોમવારે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો છે.  ઉનાળાની ઋતુમાં માવઠું થતાં જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકસાન થવાની શક્યતા છે.

Advertisment

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બોટાદ તાલુકાના પીપરડી, પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે.  જ્યારે રાજકોટના પારડી, વિંછીયા સહિતના વિસ્તારોમાં પણ કરા, પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભાવનગરના વાતાવરણમાં પલટો જોવા મળતા લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે ભારે પવન ફૂંકાયો છે. જેમાં આજે સોમવારે (5 મે, 2025) અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો છે.

હવામાનની આગાહીને પગલે જાણે વાવાઝોડું જેવી સ્થિતિ ઊભી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.ભરૂચમાં પણ સાંજના સમયે વાતાવરણમાં બદલાવ  જોવા મળ્યો હતો,અને પવનની રફ્તાર સાથે વીજળીના ચમકારા પણ જોવા મળ્યા હતા. મંગળવારથી પાંચ દિવસ માટે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 

Advertisment
Latest Stories