જગન્નાથ રથયાત્રા 2021 LIVE : ભક્તો વગર જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ, નિહાળો જીવંત પ્રસારણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

New Update
જગન્નાથ રથયાત્રા 2021 LIVE : ભક્તો વગર જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ, નિહાળો જીવંત પ્રસારણ

જગન્નાથ રથયાત્રા 2021 LIVE : ભક્તો વગર જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ, નિહાળો જીવંત પ્રસારણ

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની પરંપરાગત વિધિઓ વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થઈ છે. ભગવાન જગન્નાથજીની વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહ્યા હતા. તેમની સાથે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુંહતું. તેમની સાથે નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના લોકો હાજર રહ્યાં હતાં. આ પહેલા રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી હતી. 

Latest Stories