અમદાવાદ: ભારતી બાપુ આશ્રમની જમીનનો વિવાદ, ૠષિ ભારતી બાપુએ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યા હોવાના આક્ષેપ

New Update
અમદાવાદ: ભારતી બાપુ આશ્રમની જમીનનો વિવાદ, ૠષિ ભારતી બાપુએ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યા હોવાના આક્ષેપ

ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ રાજ્યમાં આશ્રમની કરોડોની જમીન પાડવાના આક્ષેપને લઈ વિવાદ વધી રહ્યો છે તેવામાં હરિહરાનંદ સ્વામી તરફથી યદુનંદન ભારતી સ્વામીએ સરખેજ પોલીસ સ્ટેશને પહોંચી આશ્રમ પર કબ્જો કરવા માટે રૂષિભારતી બાપુએ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ કર્યા છે. ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ આશ્રમની જમીન હડપવાનો વિવાદ સમવાનું નામ લેતો નથી.

સરખેજ પોલીસ સ્ટેશને પહોંચેલા યદુનંદન મહારાજે મીડિયા સમક્ષ મોટો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસને રજુઆત કરવા પહોંચેલા બાપુએ જણાવ્યું કે અમે ગયા મહિને પોસ્ટ દ્વારા પણ પોલીસને ફરિયાદ મોકલી હતી. જેના પર હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. હવે રૂબરૂ ફરિયાદ કરવા આવ્યા છીએ. જે પણ લોકો આમાં ઇનવોલ હોય તેમની સામે કાર્યવાહી થાય. આશ્રમ પર કબ્જો કરવા માટે રૂષિભારતી બાપુએ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ કર્યોં છે. બીજી તરફ એમ ડિવિઝનના એસીપી એસ ડી પટેલ એ જણાવ્યું હતુ કે આશ્રમ વિવાદ મામલે રજુઆત મળી છે.ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે.

Latest Stories