/connect-gujarat/media/post_banners/42441b663c0c7da4a4720486817f0e2964d7144c13d87d39214d7002bc78b53d.webp)
રાજ્યના લિસ્ટેડ બુટલેગર દેવેન્દ્રસિંહ ઉર્ફે બંસી પરિહાર ની અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. પ્રોહિબિશનના અનેક ગુનામાં વોન્ટેડ બંસી પરિહાર પર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રૂપિયા 25,000નું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું.
રાજ્યમાંથી દારૂનું દૂષણ ડામવા માટે ગુજરાત પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ગુજરાત રાજ્યના લિસ્ટેડ બુટલેગર પર સ્થાનિક પોલીસ ઉપરાંત વિવિધ એજન્સીઓ દ્વારા પણ સતત વોચ રાખવામાં આવી રહી છે. જ્યારે જે નામચીન બુટલેગર કે જે વોન્ટેડ છે તેને પકડવા માટે પણ પોલીસે કવાયત શરૂ કરી છે. ને તેમાંનો જ એક વોન્ટેડ બુટલેગર દેવેન્દ્રસિંહ પરિહાર ને પકડવામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ ને સફળતા મળી છે. બંસી બુટલેગર ઉત્તર પ્રદેશમાં આગ્રા ખાતે હાજર હોવાની બાતમી મળતા જ પોલીસે તેની ધરપકડ કરી છે. બંસી પર સ્ટેટ મોનીટરીંગ સેલ એ રૂપિયા 25 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું. બંસી અમદાવાદ ના કણભા અને સાણંદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. આ ઉપરાંત ચિલોડા દહેગામ અને રખિયાલ એમ કુલ પાંચ ગુનામાં વોન્ટેડ હતો. જોકે અગાઉ પણ તે અલગ-અલગ વીસ જેટલા ગુના માં પકડાઈ ચૂક્યો છે. નિકોલ પોલીસે અગાઉ તેની ધરપકડ કરીને 11 જેટલી મોંઘીદાટ ગાડી પણ કબજે કરી હતી.જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે પોલીસથી બચવા માટે બંસી ખાસ તકેદારી રાખતો હતો. તેણે તેના મકાનની આસપાસ 16 જેટલા સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. જેનું મોનીટરીંગ તે તેના બેડરૂમમાં રાખતો હતો. એટલું જ નહિં ગામમાં કોઈ પણ બહારની પોલીસ આવે તો તરત જ તેને જાણ થઈ જાય તે માટેની વ્યવસ્થા પણ તેણે કરી હતી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે