/connect-gujarat/media/post_banners/3863f4ab9d361e4829d11234a5a4dd80778e1a3905f7dc375e32810a2ad2b919.jpg)
ગુજરાત ATSએ મુન્દ્રા આર્ટ પર એક સંયુક્ત ઓપરેશન કરી 75.300 કિલો હેરોઈન ઝડપી પડ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય કિંમત 376.5 કરોડની થાય છે. આ જંગી માત્રામાં ડ્રગ્સ પ્રાથમિક માહિતી મુજબ UAE થી એક કન્ટેનરમાં મોકલવામાં આવ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં યુવાધનને બરબાદ કરવા ડ્રગ્સ માફિયાઓ યેનકેન પ્રકારે ડ્રગ્સ ઘૂસાડવાના પ્રયાસ કરે છે. ત્યારે પંજાબ પોલીસ દ્વારા ગુજરાત ATSને માહિતી આપવામાં આવી હતી કે કચ્છના મુદ્રા પોર્ટ પર UAEથી આવેલૂ એક કન્ટેનર જે છેલ્લા દોઢ મહિનાથી ત્યાં પડ્યું છે જેમાં કાપડના જથ્થો મોકલવામાં આવ્યો છે. જેમાં મોટી માત્રામાં હેરોઈન પણ છુપાવવામાં આવ્યું છે. આ બાતમીના આધારે ગુજરાત ATSની એક વિશેષ ટીમે મુન્દ્રા પોર્ટ પર આ કન્ટેનરની તપાસ કરતાં કાપડના જથ્થાની વચ્ચે ગુજરાત ATSને 75 કિલો હેરોઈન મળી આવ્યું હતું. ગુજરાત ATS સ્થળ પરજ FSLની ટીમને બોલાવી તેના નમૂના લેવામાં આવ્યા હતા.આ સફળ ઓપરેશન બાદ રાજ્યના DGP આશિષ ભાટિયાએ ગુજરાત ATS ને અભિનંદન આપ્યા હતા.કપડાંના 540 રોલમાંથી 64 રોલમાં ડ્રગ્સ હેરોઇન મળી આવ્યું છે.
આ સંયુક્ત ઓપરેશન ગુજરાત ATS અને પંજાબ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ આ કન્ટેનરનો ડિલિવરી એજન્ટ પશ્ચિમ બંગાળના છે. અને તેની એક ઓફિસ ગાંધીધામ ખાતે આવેલી છે. 2022ના વર્ષમાં અત્યાર સુધીમાં 6 કેસ કરવામાં આવ્યા છે. અને 717 કિલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. જેની બજાર કિંમત 3586 કરોડ થાય છે. અને કુલ 23 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આમ ફરી એકવાર ગુજરાત ATS મોટી માત્રામાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસ નિષ્ફળને બનાવ્યું છે.