Connect Gujarat
અમદાવાદ 

નવસારી : અમદાવાદની જેલમાં મિત્રતા બાદ ચિખલીમાં રૂ. 27 લાખના મોબાઈલની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા...

X

ચિખલીમાં થયેલ રૂ. 27 લાખના મોબાઈલ ચોરીનો મામલો

અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો

147 મોબાઈલ ફોનની ચોરી કરનાર તસ્કરોની થઈ ધરપકડ

નવસારી જિલ્લાના ચીખલીમાંથી થયેલ રૂપિયા 27 લાખના મોબાઈલ ચોરીનો ભેદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

ગત તા. 28 જાન્યુઆરીની રાત્રે નવસારીના ચીખલી એસટી બસ સ્ટેન્ડ સામે મુખ્ય માર્ગ પર આવેલ ભાટિયા મોબાઇલ શોપના પાછળના ભાગે દિવાલમાં બાકોરું પાડી તસ્કરો મોબાઈલ સહિત એસેસરીઝ, રોકડ રકમ મળી કુલ કિંમત 27,97,357 રૂપિયાનો મુદ્દામાલ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. જોકે, અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસની સજાગતાને પગલે નવસારીના ચીખલીની ભાટિયા મોબાઇલમાંથી થયેલ ચોરીનો ભેદ 4 દિવસમાં ઉકેલાયો છે. ચીખલીમાં ભાટિયા મોબાઈલમાંથી થયેલ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ પૈકી રોનક નાગર ઝાલા અને આસિફ રઝા રહેબર અબ્બાસ રઝા રૈયજુલ અબ્બાસ રઝા વચ્ચે અમદાવાદની જેલમાં મિત્રતા થઈ હતી.

રોનક 6 એક માસ પૂર્વે દમણ ગયો, ત્યારે ચીખલીમાં સરવે કરી ગયો હતો. જેમાં મોબાઇલ રીપેરના નામે ગ્રાહકના સ્વાંગમાં જઈ આગલા દિવસ દરમિયાન રેકી કરી હતી. ચોરીના દિવસે દુકાનમાં પ્રવેશ કરી પ્રથમ કેમેરા ફેરવી નાંખી બહાર ઉભા રહેલ સાથી મિત્રને મોબાઈલ ફોન અને એસેસરીઝ આપી કુલ 147 જેટલાં મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી, ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપી પાસે વધુ જાણકારી મેળવતા બહાર આવ્યું હતું કે, નોકરીની શોધમાં અમદાવાદ આવેલો તેનો મિત્ર એટલે કે, ત્રીજો આસામનો રહેવાસી રિયાઝઉલ શાઇદઉલને નોકરીના બહાને વાપી બોલાવી તેને બેગમાં કપડા હોવાનું જણાવી સોમવારે બપોરે 12 વાગ્યાના અરસામાં વાપી રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી અમદાવાદ રવાના થઈ ગયા હતા. મોબાઈલની ચોરીના આરોપીઓના મિત્રએ જ મિત્રનો ભાંડો ફોડ્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ સમગ્ર મામલે ચીખલી પોલીસે આરોપીઓનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story