ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDCની RPL કંપની દ્વારા તાલુકાના ટીબી દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઝઘડિયા તાલુકાના 130 જેટલા ટીબી દર્દીઓને રાજશ્રી પોલીફીલ કંપની દ્વારા સીએસઆર એક્ટિવિટી અંતર્ગત એક વર્ષ સુધી દર મહિને ન્યુટ્રીશન કીટ આપવામાં આવશે.

New Update
ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDCની RPL કંપની દ્વારા તાલુકાના ટીબી દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચના ઝઘડિયા તાલુકાના 130 જેટલા ટીબી દર્દીઓને રાજશ્રી પોલીફીલ કંપની દ્વારા સીએસઆર એક્ટિવિટી અંતર્ગત એક વર્ષ સુધી દર મહિને ન્યુટ્રીશન કીટ આપવામાં આવશે. રાજ્યભરમાં ટીબી મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પોષણ શ્રૃધા પ્રોજેક્ટ ચલાવાઇ રહ્યો છે. રાજ્યભરમાં જે દર્દીઓને પોષણક્ષમ આહાર અને યોગ્ય સારવાર મળે તેવો રાજ્ય સરકારનો અભિગમ છે.

આ અભિગમને પ્રોત્સાહન મળે તેવા આશય સાથે ઝઘડિયાની રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના તમામ ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવાનુ સીએસઆર એક્ટિવિટી હેઠળ નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે ઝઘડિયા તાલુકા હેલ્થ કચેરી ખાતે રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા જિલ્લા તથા તાલુકાના આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ૧૩૦ જેટલા ટીબી દર્દીઓને ન્યુટ્રીશન કીટ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આરોગ્ય અધિકારી તથા કંપનીના અધિકારીઓ દ્વારા ટીબીના દર્દીઓને વ્યસનથી મુક્ત રહેવા જણાવાયું હતું. ભીડભાળવાળી જગ્યાએ નહીં જવા અને માસ્ક પહેરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ટીબીની દવા નિયમિત અને ધ્યાન રાખી, જ્યાં સુધી તેનો કોર્સ પૂર્ણ ના થાય ત્યાં સુધી લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સીડીએચઓ, આરોગ્ય સમિતિના ચેરમેન આરતી પટેલ તાલુકા હેલ્થ ઓફિસર ચારૂલ મહેતા, મેડિકલ ઓફિસર, ઝઘડિયા આરપીએલ કંપનીના સંજય અગ્રવાલ, જયદીપ કાપડિયા, સાગર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories