Connect Gujarat
અમદાવાદ 

નવરાત્રિના પાંચમા દિવશે મળશે અમદાવાદને મેટ્રો ટ્રેનની ભેટ, PM નરેન્દ્ર મોદી કરાવશે શરુઆત

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1માં થલતેજ ગામ થી વસ્ત્રાલ ગામના રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.

નવરાત્રિના પાંચમા દિવશે મળશે અમદાવાદને મેટ્રો ટ્રેનની ભેટ, PM નરેન્દ્ર મોદી કરાવશે શરુઆત
X

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1માં થલતેજ ગામ થી વસ્ત્રાલ ગામના રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આગામી 30 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી હેલ્મેટ સર્કલ પાસેથી ટ્રેનને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવશે.

અમદાવાદીઓ માટે જાહેર ટ્રાન્સપોર્ટેશનમાં એક નવી માધ્યમ ઉમેરવા જઈ રહ્યો છે.અમદાવાદ ફેઝ-1ના રૂટ પર નવરાત્રી પૂર્ણ થાય એ પહેલા મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી શકે છે. હાલ અમદાવાદમાં વસ્ત્રાલ થી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડી રહી છે. જોકે, હવે એ દિવસો દૂર નથી જ્યારે ફેઝ-1માં મેટ્રો ટ્રેન દોડતી જોવા મળે. કેમ કે ફેઝ-1નું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના આરે છે. ફેઝ-1ના રૂટમાં 38 સ્ટેશનનું નિરીક્ષણ પણ થઈ ગયું છે. પીએમ મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે જેની અમદાવાદીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ મેટ્રો ટ્રેનને પીએમ મોદી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. 30મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી પૂર્વથી પશ્ચિમ છેડા ને જોડતા થલતેજ ગામ થી વસ્ત્રાલ ગામના રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવશે. આ માટે અમદાવાદ કોર્પોરેશન, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. અમદાવાદમાં AMTS અને BRTS બસ તો પહેલાથી જ દોડે છે. પણ હવે જો મેટ્રો ટ્રેન શરૂ થશે તો લોકોને ભીડથી પણ રાહત થશે સાથે જ ભાડામાં પણ રાહત મળશે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોરમાં થલતેજ ગામ, દૂરદર્શન કેન્દ્ર, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, સ્ટેડિયમ, જૂની હાઈકોર્ટ, શાહપુર, ઘી કાંટા, કાલુપુર રેલવે સ્ટેશન, કાંકરિયા પૂર્વ, એપરેલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ,નિરાંત ક્રોસ રોડ અને વસ્ત્રાલ ગામ સ્ટેશન હશે

Next Story