અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું પ્લેન ક્રેશ, 50 મૃતદેહ બહાર કઢાયા જુઓ પ્લેન દુર્ઘટનાનો વીડિયો

મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું

New Update
Plane Crash Ahmedabad

અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું. ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ કરાઇ છે. વિગતો મુજબ CM ભૂપેન્દ્ર પટેલને તાત્કાલિક અસરથી ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. આ તરફ હવે મુખ્યમંત્રીએ તમામ જરૂરી મદદ પૂરી પાડવા સૂચના આપી હતી. આ સાથે આરોગ્ય વિભાગને પણ જરૂરી સારવાર માટે વ્યવસ્થાઓ કરવા સૂચના આપી છે. આ તરફ હવે CM ભૂપેન્દ્ર પટેલ સુરતથી અમદાવાદ આવવા રવાના થયા છે.

Read the Next Article

“તેરા તુઝકો અર્પણ” : સાઇબર ક્રાઈમ સામે લડવાની નવી પહેલ માત્ર ટેક્નોલોજી નહીં, પણ ભરોસાની નવી ચાવી : DGP વિકાસ સહાય

ગુજરાત પોલીસની “તેરા તુઝકો અર્પણ” પહેલ નાગરિકોને એમની સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવા અને ઉકેલ મેળવવા મદદરૂપ થઈ રહી છે...

New Update
  • ગુજરાત રાજ્ય માટે અસરકારક સાઇબર ક્રાઇમ રિફંડ પોર્ટલ

  • પોલીસનાતેરા તુઝકો અર્પણ” અભિયાનને સાંપડ્યો પ્રતિસાદ

  • સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવામાં સરળતા

  • અનેક ભોગ બનનારને ઉકેલ મેળવવા મદદરૂપ થયું છે પોર્ટલ

  • સાઇબર ક્રાઈમ સામે લડવાની નવી પહેલ :DGP વિકાસ સહાય

સાઇબર ક્રાઇમ રિફંડ પોર્ટલતેરા તુઝકો અર્પણ” પહેલ ગુજરાત માટે અસરકારક સાબિત થઈ રહી છે. સામાન્ય જનતાને ટેકનોલોજીની માયાજાળમાં ફસાવી આજે અનેક છેતરપિંડીના કેસો બને છેત્યારે ગુજરાત પોલીસનીતેરા તુઝકો અર્પણ” પહેલ નાગરિકોને એમની સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવા અને ઉકેલ મેળવવા મદદરૂપ થઈ રહી છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે'સાઈબર ક્રાઈમ રિફંડ પોર્ટલએટલે કેતેરા તુઝકો અર્પણ" અભિયાન શરૂ કર્યું છે. જે ઓનલાઇન ઠગાઈના શિકાર થયેલા લોકોને મદદરૂપ બને છે. પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયએ જણાવ્યુ હતું કેઆ પોર્ટલ ઉપર ફરિયાદ કરવાની પ્રક્રિયા સરળ છે અને ફરિયાદ ઝડપથી પોલીસ સેલ સુધી પહોંચે છે.

જોકેઆ પોર્ટલ ઉપર કોઈ પણ સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિ સીધી જ ફરિયાદ નોંધાવી શકે છે. જેને સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા ટ્રેક કરવામાં આવે છેત્યારબાદ પૈસા પરત મેળવવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ ઉપરાંતહેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરીને પણ સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવી શકાય છે.

આ પોર્ટલની ખાસિયત એ છે કેતે રીઅલ ટાઈમ ટ્રેકિંગની સુવિધા આપે છે. જેના કારણે નાગરિકોને વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર પડતી નથી. અનેક કેસોમાં માત્ર 24થી 48 કલાકમાં પૈસા પાછા મળ્યા છે. ગાંધીનગરના રહેવાસી તબીબ પણ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા હતાત્યારે સાયબર સેલની મદદથી તેમને 48 કલાકમાં જ તેમના પૈસા પરત મળી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કેહજારોથી વધુ લોકોને આ પોર્ટલ દ્વારા રાહત મળી ચૂકી છે. તેવામાં સાઇબર ક્રાઈમ સામે લડવાની આ નવી પહેલ માત્ર ટેક્નોલોજી નહીંપણ ભરોસાની નવી ચાવી છે.

Latest Stories