/connect-gujarat/media/media_files/2025/03/01/MGWpFtyc07HQER78Hhch.jpg)
PM નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડમાં સાંજે 4:30 વાગ્યે 5477 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરના રેલવે, અર્બન ડેવલપમેન્ટ, રોડ ઇન બિલ્ડિંગ અને રેવન્યૂ સહિતના વિવિધ વિભાગોના કુલ 22 જેટલા પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. સાબરમતીથી કટોસણ રોડ ટ્રેન અને કાર લોડેડ ટ્રેનને વડાપ્રધાન દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે.
તો બીજી તરફ PM મોદી નિકોલમાં જાહેરસભાને સંબોધન કરવાના છે, જેને પગલે AMC અને શહેર ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નિકોલ વિસ્તારમાં PM મોદીની સભાને લઈને સમગ્ર નિકોલ વિસ્તારને લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે. સ્વચ્છતાની થીમ, ગણેશની થીમ સહિત વગેરે થીમના બેનરો લગાવવામાં આવશે. આ ઉપરાંત PM મોદી એરપોર્ટથી ગાંધીનગર તરફ જાય ત્યારે એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરાબ્રિજ સુધી અલગ અલગ 12 જેટલાં સ્ટેજ બનાવાશે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
ગુજરાત મુલાકાતનો PM મોદીનો કાર્યક્રમ:-
25 ઓગસ્ટ:-
4.00 વાગ્યે અમદાવાદ આવશે.
4.30 વાગ્યે નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં સભા
8.00 વાગ્યે ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ
PM મોદી 5477 કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે:-
2801 કરોડના લોકાર્પણ (13 પ્રોજેક્ટ)