Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદમાં વિવિધ જગ્યાએ કરવામાં આવ્યું પ્રિ-નવરાત્રિ ગરબાનું આયોજન, ગરબામાં અનેક લોકો જોડાયા....

અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં રેનિસન પાર્ટી પ્લોટમાં પ્રિ- નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં રેનિસન પાર્ટી પ્લોટમાં પ્રિ- નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એનજીઓ સંસ્થાના લોકો અને સભ્યો જોડાયા હતા.

નવરાત્રિના તહેવાર પહેલાં પ્રિ-નવરાત્રિ ગરબાનું આયોજન અમદાવાદની વિવિધ જગ્યાએ કરવામાં આવ્યું હતું. શહેરની વિવિધ જગ્યાઓ અને પાર્ટી પ્લોટમાં ગરબા યોજવામાં આવ્યા હતા. શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં રેનિસન પાર્ટી પ્લોટમાં ગરબા યોજવામાં આવ્યા હતા જેમાં નવ દુર્ગાના વિવિધ સ્વરૂપો રજૂ કરવામાં આવ્યા હતા. નાટક સ્વરૂપે માતાજીના નવ રૂપ લોકો સમક્ષ રજૂ કરાયા હતા. ગરબામાં એનજીઓ સંસ્થાના લોકો અને સભ્યો જોડાયા હતા. ગરબાના આયોજક પ્રિયંકા વાઘેલાએ જણાવ્યું હતું કે, નવરાત્રિ પહેલા ગરબાનું આયોજન ફાઉન્ડેશનના સભ્યો અને તેમના પરિવાર માટે કરવામાં આવ્યું હતું. નવરાત્રિ દરમિયાન ખાસ નવ દુર્ગાના સ્વરૂપ જોવા મળતા હોય છે તેની એક એક ઝલક ગરબા ઇવેન્ટમાં જોવા મળી હતી.

Next Story