Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ બેઠકને લઇ ભાજપમાં અસમંજસની સ્થિતિ,આજે નામ થશે ફાઇનલ

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે.

અમદાવાદ બેઠકને લઇ ભાજપમાં અસમંજસની સ્થિતિ,આજે નામ થશે ફાઇનલ
X

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. આપની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બદલાઈ શકે છે. આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે. આ વખતે બે તબક્કામાં ચૂંટણી યોજાશે.અમદાવાદમાં 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપમાં ઉમેદવારોને લઈને હજુ પણ અસમંજસ છે.

શહેરની 16માંથી 10 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી છેલ્લી 2 ટર્મથી ઉમેદવારો બદલ્યા જ નથી. બીજી તરફ અમદાવાદ શહેરમાં કોંગ્રેસ બંને ટર્મમાં દરિયાપુર અને દાણીલીમડા પર જ ઉમેદવાર બદલ્યા નથી. આપને જણાવી દઈએ કે, ભાજપ દ્વારા વર્ષ 2012ની ચૂંટણીમાં નવું સીમાંકન અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ પછી બે વખત વર્ષ 2012 અને વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ 16માંથી 10 સીટ પર ઉમેદવારોને રિપીટ કર્યા હતા. ભાજપે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને આનંદીબેન ની બેઠક પર નવી પસંદગી કરવી પડી હતી. જ્યારે મોટાભાગના તમામ બેઠકો પર જ્ઞાતિવાદી સમીકરણ ના આધારે જ ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા હતા. છેલ્લી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટી વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નિકોલ, ઠક્કર નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, સાબરમતી અને જમાલપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારોને બદલ્યા નથી. એટલે કે ભાજપે આ બેઠકો પર છેલ્લી 2 ટર્મથી ઉમેદવારોને રિપીટ કર્યા છે. જોકે, આ વખતે આ ચિત્ર બદલાશે કે કેમ તે અંગે અસમંજસ છે. ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી. જ્યારે આપ આદમી પાર્ટી અત્યાર સુધીમાં 12 યાદી જાહેર કરી દીધી છે. તો કોંગ્રેસે પણ 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

Next Story