અમદાવાદ : ડ્રાયફ્રુટ્સના ધંધામાં રોકાણ થકી રૂ. 1.75 કરોડ ઉપરાંતની છેતરપિંડીની ઘટનાથી ચકચાર..!

1 કરોડ 75 લાખ 84 હજારનું રોકાણ કર્યું હતું. આ રોકાણ બાદ તેની સમય મર્યાદા થઇ ગઈ હોવા છતાં ભાવેશ દરજીને કોઈજ મૂડી કે, યોગ્ય વળતર મળ્યું નહોતું

New Update

સુરતના ભેજાબાજની અમદાવાદના રહીશ સાથે છેતરપિંડી

ડ્રાયફ્રુટ્સના વેપારમાં રોકાણ કરી નફો મેળવવાની લાલચ

રૂ. 1 કરોડ 75 લાખ 84 હજારનું રહીશ સાથે કરાવ્યુ રોકાણ

ભેજાબાજે રોકાણ કરાવીને મૂડી કેવળતર પણ ચૂક્યું નહીં

સમગ્ર મામલે 2 આરોપીની ધરપકડઅન્ય 2 લોકો ફરાર

સુરતના ભેજાબાજે અમદાવાદના રહીશને ડ્રાયફ્રુટ્સના વેપારમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં વધુ નફો મેળવવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. જેમાં રૂપિયા 1 કરોડ 75 લાખ 84 હજારનું રોકાણ કરાવીને મૂડી કેવળતર પણ ચૂકવ્યું નહોતું.

મળતી માહિતી અનુસારસુરતના દીપેશ મકવાણાને તેઓના આણંદ ખાતેના મકાનના વેચાણ દરમિયાન અમદાવાદના ભાવેશ દરજી સાથે મુલાકાત થઇ હતીઅને પોતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું હતુંઅને વિશ્વાસ કેળવી પોતાના એમ.ડી. એન્ટરપ્રાઈઝ નામની ડ્રાયફ્રુટના ધંધાની પ્રોપરાઈટર ફર્મ કેજેનું ગોડાઉન કઠવાડા જી.આઈ.ડી.સી. ખાતે અને સમગ્ર કામકાજ માટેની ઓફિસ નવરંગપુરા ખાતે હોવાનુ જણાવી ભાવેશ દરજીને વિશ્વાસમાં લીધા હતાઅને ડ્રાયફ્રુટ્સના ધંધામાં ટૂંકાગાળામાં વધુ વળતર મળશે તેમ કહીને રોકાણ કરવા માટે જણાવ્યું હતું.

ભાવેશ દરજીએ દીપેશ મકવાણાની વાતનો વિશ્વાસ કરીને રૂપિયા 1 કરોડ 75 લાખ 84 હજારનું રોકાણ કર્યું હતું. આ રોકાણ બાદ તેની સમય મર્યાદા થઇ ગઈ હોવા છતાં ભાવેશ દરજીને કોઈજ મૂડી કેયોગ્ય વળતર મળ્યું નહોતું. તેથી તેમણે દીપેશ મકવાણા નો સંપર્ક કરવામાં આવતા કોઈ જવાબ મળતો નહોતો. અને તેઓએ પોતાનું ઘર બંધ કરીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

તેથી ભાવેશ દરજીએ આ અંગે સુરત આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેઓની ફરિયાદને આધારે આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી દીપેશ મકવાણાના સાસુ હંસા મિસ્ત્રી અને સાળા પાર્થ મિસ્ત્રીની ધરપકડ કરી હતીજ્યારે મુખ્ય આરોપી દિપેશની ધરપકડ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

#અમદાવાદ પોલીસ #Ahmedabad Police #Ahmedabad Fraud Case #અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ #અમદાવાદ #છેતરપિંડી
Here are a few more articles:
Read the Next Article