અમદાવાદના 612મા સ્થાપના દિવસની ઉજવણી કરાય, જમાલપુરમાં તમામ સમાજના લોકોએ કેક કાપી રેલી યોજી...

અહમદશાહ બાદશાહ દ્વારા અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે

New Update
અમદાવાદના 612મા સ્થાપના દિવસની ઉજવણી કરાય, જમાલપુરમાં તમામ સમાજના લોકોએ કેક કાપી રેલી યોજી...

અમદાવાદના 612મા સ્થાપના દિવસની માણેક બુર્જ ખાતે તેમજ માણેકચોક સંત માણેકનાથજી સમાધિ ખાતે મેયર સહિતના આગેવાનોએ પૂજા કરીને ઉજવણી કરી હતી. તો બીજી તરફ, જમાલપુર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા અન્ય સમાજને સાથે રાખી અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદના 612મા સ્થાપના દિવસની આજરોજ શહેરના વિવિધ વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જમાલપુર દરવાજા ખાતે કેક કાપી ઘોડાગાડી અને ઊંટગાડી સાથે માણેકચોક સુધી રેલી કાઢવામાં આવી હતી. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં વિવિધ ધર્મના લોકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, અહમદશાહ બાદશાહ દ્વારા અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે જમાલપુરમાં ઉજવણી કરનાર લોકોએ પ્રથમ વખત ઉજવણી કરી હતી. જેથી તમામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Latest Stories