Connect Gujarat

અમદાવાદ : વડાપ્રધાનના જન્મદિવસે વેકસીનેશનની મહા ડ્રાઇવ, ગરીબો લોકોને અપાયું પ્રાધાન્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મ દિવસ, અમદાવાદમાં વેક્સિનેશન મેગા ડ્રાઇવ, શ્રમિક, કામદાર અને ગરીબ લોકોને પ્રાધાન્ય.

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં કોરોનાની રસી માટેની મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી.

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આજ મેગા વેકિસન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ડ્રાઇવમાં શહેર અને ગામડા વેક્સિન ઝડપથી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે. ખાસ કરીને વેપારી વર્ગ કે કોઈ શ્રમિક વેક્સિન વિના રહી ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ મેગા વેકિસન ડ્રાઇવમાં કુલ 35 લાખથી વધુ લાભાર્થી લોકોને આવરી લેવાનો લક્ષ્યાંક છે.

વેક્સિન ડ્રાઇવમાં 75 હજારથી વધુ ગામડાંમાં વેકસીનની કામગીરી 100 ટકા પૂર્ણ કરવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રતિ દસ લાખની વસ્તીએ 8 લાખ 34 હજાર 787 લોકોને રસી આપી દેવામાં આવી છે.

સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો હાલ સુધીમાં 5 હજાર 906 ગામડા, 104 આરોગ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા 14 શહેરી આરોગ્ય કેન્દ્ર પર 18 વર્ષથી વધુ લોકોને રસનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.રસીના સ્ટોરેજ 6 ઝોન કક્ષાના વેક્સિન સ્ટોર,41 જિલ્લા કોર્પોરેશન કક્ષાના 2 હજાર,236 કોલ્ડ ચાઇલ્ડ પોઇન્ટ ઉપલબ્ધ છે.

Next Story
Share it