Connect Gujarat
અમદાવાદ 

તમે તો કોઈને તમારી કાર ભાડે નથી આપીને..!, અમદાવાદમાં કાર ગીરવે મુકી રૂ. 1.54 કરોડની ઠગાઈ કરનાર 2 શખ્સો ઝડપાયા

અમદાવાદમાં હર્ષદ પરમાર અને પાર્થ ઉર્ફે જય શાહ નામના શખ્સોએ આચરેલ રૂપિયા 1.54 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

X

અમદાવાદ શહેરમાં ફોરવ્હીલ કાર ભાડે રાખી તેને ગીરવે મુકવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 1.54 કરોડનું કૌભાંડ આચારનાર 2 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં હર્ષદ પરમાર અને પાર્થ ઉર્ફે જય શાહ નામના શખ્સોએ આચરેલ રૂપિયા 1.54 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ રાજ્યવ્યાપી કૌભાંડમાં ભેજાબાજ આરોપીઓ ફોરવ્હીલ કાર ભાડે રાખી બારોબાર અન્ય વ્યક્તિઓ પાસેથી મોટી રકમ મેળવી કારને ગીરવે મુકી દેતા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, ગોતા વિસ્તારમાં રહેતા વિપુલ દવેએ પોતાની કાર હર્ષદ પરમાર અને પાર્થ શાહને ભાડે આપી હતી. પરંતુ આરોપીઓએ આ કાર અન્ય વ્યક્તિને ગીરવે આપી ઉંચી કિંમત મેળવી હતી. બનાવના પગલે વિપુલ દવેએ ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ તપાસમાં આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઝપટે ચડેલા આરોપીઓ છેલ્લા 1 વર્ષથી કાર ભાડે લઈને ગીરવે આપીને ઠગાઈ કરતા હતા. બન્ને આરોપીઓને ટૂંક સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચ હતી. જેથી તેમને છેતરપીંડીનો ધંધો શરૂ કર્યો હતો. આ પ્રકારે અસંખ્ય ગાડીઓના માલિકને ટાર્ગેટ કરી રૂપિયા 1.54 કરોડનું કોભાંડ આચર્યું હતું. આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓએ વેચેલી કેટલીક કાર પણ કબજે કરી છે.

Next Story