AHPએ ભરૂચ કલેક્ટરને ગુણવત્તા વિનાના ગાબડા પુરાણ કામના સેમ્પલ સાથે આપ્યું આવેદન

New Update
AHPએ ભરૂચ કલેક્ટરને ગુણવત્તા વિનાના ગાબડા પુરાણ કામના સેમ્પલ સાથે આપ્યું આવેદન

ભરૂચમાં કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાના ગાબડા પુરાણ ગોબાચારીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે વિવિધ સ્થાનો પરથી લીધેલ નમૂનાઓને લેબોરેટરી ટેસ્ટીંગ માટે જિલ્લા કલેક્ટરને આપી લેખિતમાં કોન્ટ્રાક્ટર, અધિકારી અને પદાધિકારી સામે પગલાં લેવાની માંગ ઉઠાવી છે.

ભરૂચમાં ચોમાસા દરમિયાન થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે બનેલ રસ્તાઓ ધોવઈ ગયા હતા. તંત્રએ ઠેર-ઠેર પડેલ ગાબડાઓને કરોડો રૂપિયાના ખર્ચે થીંગડા મારવાની શરૂઆત કરી હતી. જોકે થીંગડા મારવામાં આવતા પણ ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ ઉઠતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે તેમાં થીંગડા મારવાની શરૂઆત કરી હતી. જોકે થીંગડા મારવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ ઉઠતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે તેમાં ઝૂકાવ્યું હતું.

publive-image

આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના સેજલ દેસાઈએ સ્થળ પર મીડિયાને બોલાવી ગાબડા પુરાણ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આમ છતાં પાલિકાના નિંભર તંત્રની ઊંઘ ઉડી ન હતી. ભ્રષ્ટાચારી ગાબડા પુરાણમાં કોન્ટ્રાક્ટર સામે કોઇ પગલાં ન લેવાતા એ.એચ.પી.ના સેજલ દેસાઈએ પાલિકાના અધિકારી અને પદાધિકારીની ભૂમિકા પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. છતાં પણ પાલિકા તંત્રએ ગુણવત્તા વિનાના ગાબડાં પુરાણ સામે આંખ આડા કાન કરતા એ.એચ.પી.એ આક્રમક વલણ અપનાવ્યું છે. એ.એચ.પી.ના સેજલ દેસાઈએ રવિવારના રોજ વિવિધ વિસ્તારમાં પુરાણ કરેલ ગાબડાઓમાંથી નમુના મેળવ્યા હતા. જે નમુનાઓ આજરોજ આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદે જિલ્લામાં કલેક્ટરને સોંપ્યા હતા. સાથે સેજલ દેસાઈ સહિતના આગેવાનોએ રોડ સેમ્પલના લેબ ટેસ્ટ કરાવી ભ્રષ્ટાચાર આચરનાર કોન્ટ્રાકટર અને તેને છાવરનાર અધિકારી તથા પદાધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સેજલ દેસાઈએ કહ્યું હતું કે રોડ સેમ્પલોના જિલ્લા કલેક્ટર લેબ ટેસ્ટ કરાવે તેની સાથે એ.એચ.પી. પણ ખાનગી લેબમાં પોતાની રીતે સેમ્પલોના ટેસ્ટીંગ કરાવશે જેથી હકીકત બહાર આવશે.

ગાબડા પુરાણ ગોબાચારીમાં હવે વિપક્ષે પણસુર પુરાવતા મામલો વધુ ગરમાયોછે. વિપક્ષે નગર પાલિકાની બોર્ડ મીટીંગમાં મુદ્દો ઉઠાવવાનો હુંકાર કરતા શાસકોમાં ફફડાટ ઊભો થયો છે. શાસક પક્ષ ગોબાચારીને દબાવવા એડી-ચોટીનું જોર લગાવ્યું છે. જેમાં મીડિયાને પણ ખરીદવાના પ્રયાસો થયા હોવાના અહેવાલ બહાર આવ્યા છે.