/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/Untitled-1-copy.JPG-9-2.jpg)
ભરથાણા ગામની સીમમાં એક હોટલ સામેથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
કરજણ તાલુકાના ભરથાણા ગામની સીમમાં આવેલી હોનેસ્ટ હોટલ સામેથી રૂપિયા ૬૦,૦૦૦ ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક શખ્સને ઝડપી પાડતા દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સુત્રિય માહિતી અનુસાર વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ભરથાણા ગામની સીમ પાસે આવેલી હોનેસ્ટ હોટલ પાસેથી પસાર થઇ રહેલી કેસરી કલરની ટાટા નેનો કાર નંબર જી જે ૦૭ એ આર ૬૦૬૫ ને રોકી કારની સઘન તલાશી લીધી હતી.
તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પાઉચ નંગ ૭૧૨ કિંમત રૂપિયા ૭૧,૨૦૦ મોબાઇલ નંગ.૧ કિંમત રૂપિયા ૫૦૦ તથા કારની કિંમત રૂપિયા ૬૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૩૧,૨૦૦ ના મુદ્દામાલ સાથે રવિન્દ્ર ગોવિંદ રાવળ રહે. હરીઓમ ભગવતી નિવાસ, ઝૂંપડપટ્ટી ડભોઇ રોડ, સોમાતળાવ, હનુમાન ટેકરી, વડોદરા નાઓને ઝડપી પાડી પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો કરજણ પોલીસ મથકમાં રજિસ્ટર કરાવેલ છે.