Connect Gujarat
Featured

ભારતમાં કોરોનાથી મોતના તૂટ્યા તમામ રેકોર્ડ; વિશ્વમાં પ્રથમ વખત એક દિવસમાં 4529 મોત, 2.67 લાખ નવા કેસ

ભારતમાં કોરોનાથી મોતના તૂટ્યા તમામ રેકોર્ડ; વિશ્વમાં પ્રથમ વખત એક દિવસમાં 4529 મોત, 2.67 લાખ નવા કેસ
X

ભારતમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યાએ વિશ્વના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આજ સુધીમાં યુ.એસ. માં એક જ દિવસમાં કોરોનાથી થયેલા સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. પરંતુ હવે ભારતે પણ આ રેકોર્ડ તોડ્યો છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા છેલ્લા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 267,334 નવા કોરોના કેસ આવ્યા છે અને 4529 સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 3,35,851 લોકો પણ કોરોનાથી સાજા થયા છે. અગાઉ, યુએસમાં 12 જાન્યુઆરીએ વિશ્વમાં સૌથી વધુ 4468 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા હતા.

18 મે સુધી દેશભરમાં 18 કરોડ 58 લાખ 9 હજાર 302 કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યા છે. પાછલા દિવસે 13 લાખ 12 હજાર 155 રસી આપવામાં આવી હતી. ત્યારે અત્યાર સુધીમાં 32 કરોડથી વધુ કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. પાછલા દિવસે, 20.08 લાખ કોરોના નમૂનાના પરીક્ષણો લેવામાં આવ્યા હતા, જેની પોઝિવિટી રેટ 13 ટકાથી વધુ છે.

દેશમાં હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2 કરોડ 54 લાખ 96 હજાર 330 છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 2 કરોડ 19 લાખ 86 હજાર 363 લોકો સાજા થયા છે. દેશમાં કુલ 32 લાખ 26 હજાર 719 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધી કુલ 2 લાખ 83 હજાર 248 લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે.

દેશમાં કોરોના મૃત્યુ દર 1.10 ટકા છે જ્યારે રિકવરી રેટ 85 ટકાથી વધુ છે. સક્રિય કેસ 13 ટકા સુધી ઘટાડો થયો છે. કોરોના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં બીજા નંબર પર છે. સંક્રમિત લોકોની કુલ સંખ્યાના સંદર્ભમાં પણ ભારત બીજા ક્રમે છે. જ્યારે અમેરિકા અને બ્રાઝિલ પછી વિશ્વમાં સૌથી વધુ મોત ભારતમાં થયા છે.

Next Story